Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Ahmedabad news: Parents confused about admission amid fear of cancellation of Seventh Day School registration

Ahmedabad news: સેવેન્થ ડે સ્કૂલનું રજિસ્ટ્રેશન રદ થવાના ડર વચ્ચે એડમિશન અંગે વાલીઓ મૂંઝવણમાં

Timeછેલ્લું અપડેટ : 06 May 2026
લાઇવ ટીવીGoogle News
Ahmedabad news: સેવેન્થ ડે સ્કૂલનું રજિસ્ટ્રેશન રદ થવાના ડર વચ્ચે એડમિશન અંગે વાલીઓ મૂંઝવણમાં
સોર્સ : gstv

મણિનગર વિસ્તારમાં આવેલી જાણીતી સેવેન્થ ડે સ્કૂલ નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ પહેલા જ ફરી એકવાર વિવાદોના વમળમાં ફસાઈ છે. શાળાનો વહીવટ ફરીથી સત્તાધીશોને સોંપવામાં આવતા વાલીઓમાં બાળકોના ભવિષ્ય અને એડમિશનને લઈને ભારે ચિંતા જોવા મળી રહી છે.

App Store

શું છે સમગ્ર વિવાદ?

ગત વર્ષે શાળામાં એક વિદ્યાર્થીના મોતના મામલે ભારે હોબાળો થયો હતો, જેના પગલે શિક્ષણ વિભાગ (DEO) દ્વારા શાળાનો વહીવટ પોતાના હસ્તક લઈ લેવામાં આવ્યો હતો. જોકે, હવે નવું સત્ર શરૂ થાય તે પહેલા વહીવટ ફરીથી શાળાના સંચાલકોને સોંપાતા નવો વિવાદ ઉભો થયો છે. વાલીઓને ડર છે કે શાળાનું રજિસ્ટ્રેશન ગમે ત્યારે રદ થઈ શકે છે.