VIDEO : અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણીઓને તંત્ર દ્વારા આખરી ઓપ, સંવેદનશીલ વિસ્તારો પર તંત્રની બાજ નજર
સોર્સ : GSTV
અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે આવતીકાલે મતદાન યોજાશે, જેને લઈ વહીવટી તૈયારીઓ આખરી તબક્કામાં છે. આજે તમામ મતદાન મથકો પર EVM અને બેલેટ પેપર સહિતની સામગ્રી પહોંચાડવામાં આવી છે.શાહપુર ગુજરાતી શાળા નંબર 15 ખાતે પ્રિસાઈડિંગ ઓફિસરો સહિતનો સ્ટાફ જરૂરી સરસામાન સાથે પહોંચી ગયો છે. ખાસ કરીને શાહપુર, દરિયાપુર અને જમાલપુર જેવા સંવેદનશીલ વિસ્તારો પર તંત્રની બાજ નજર છે.

