Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Ahmedabad: Leopard threat in Ghuma, Mayor Hitesh Barot visited, forest department search operation started

VIDEO: અમદાવાદ: ઘુમામાં દીપડાની દહેશત, મેયર હિતેશ બારોટે લીધી મુલાકાત, વન વિભાગનું સર્ચ આેપરેશન શરૂ

Timeછેલ્લું અપડેટ : 20 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડો દેખાવાની ઘટના બાદ તંત્ર સંપૂર્ણ એક્શન મોડમાં આવ્યું છે. અમદાવાદ શહેરના મેયર હિતેશ બારોટે આજે અસરગ્રસ્ત સોસાયટીની રૂબરૂ મુલાકાત લઈ પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. મેયરે પત્રકારોને જણાવ્યું હતું કે, સોસાયટીના રહીશો દ્વારા વહેલી સવારે ૨:૪૫ વાગ્યે દીપડો દેખાયો હોવાનો તંત્રને કોલ કરવામાં આવ્યો હતો. કોલ મળતાની સાથે જ કાંકરિયા પ્રાણીસંગ્રહાલય અને વન વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. હાલ વન વિભાગની કડક દેખરેખ હેઠળ સમગ્ર વિસ્તારમાં દીપડાને પકડવા માટે સઘન સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. વન વિભાગ દ્વારા સોસાયટીના તમામ રહીશોને સુરક્ષાના ભાગરૂપે અત્યારે એકલા બહાર ન નીકળવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે.

App Store