Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : AHMEDABAD: Entry of Leopard, Caught on CCTV roaming in Ghumani Society, 3 Forest Department Teams Rushed

VIDEO: અમદાવાદ: દીપડાની એન્ટ્રી, ઘુમાની સોસાયટીમાં લટાર મારતો CCTVમાં કેદ, વન વિભાગની 3 ટીમો દોડી

Timeછેલ્લું અપડેટ : 20 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અમદાવાદ શહેરમાં દીપડાની દહેશતથી સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે. શહેરના ઘુમા વિસ્તારમાં આવેલી શરણદીપ સોસાયટીમાં રાત્રિ દરમિયાન દીપડો ઘૂસી આવ્યો હતો અને સોસાયટીના માર્ગો પર આંટાફેરા મારતો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. દીપડાના આ લાઈવ ફૂટેજ સામે આવતા જ રહીશોમાં દોડધામ મચી ગઈ છે અને સુરક્ષાને લઈને ચિંતા વ્યાપી છે..આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગ અને કાંકરિયા પ્રાણીસંગ્રહાલયની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. દીપડાને પાંજરે પૂરવા માટે અમદાવાદ વન વિભાગ દ્વારા તાબડતોબ ત્રણ વિશેષ ટીમો બનાવવામાં આવી છે. હાલ વન વિભાગની આ ટીમો દ્વારા દીપડો દેખાયો તે સમગ્ર વિસ્તારમાં સઘન સ્ક્રીનિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

App Store