VIDEO: અમદાવાદ: જળયાત્રા બાદ પ્રભુ પધાર્યા નિજ મંદિર, સાધુ-સંતો માટે તૈયાર થયો ટનબંધ મહાપ્રસાદ!
સોર્સ : gstv
અમદાવાદના જગન્નાથ મંદિરમાં જળયાત્રા પૂર્ણ થયા બાદ આજે ભગવાન મંદિર પરત ફર્યા છે. નેત્રોત્સવ વિધિ બાદ ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં સાધુ-સંતો અને ભક્તો પ્રસાદ ગ્રહણ કરશે. ભંડારા માટે 7 હજાર લીટર દૂધપાક, 3 હજાર કિલો બટાકાનું શાક, 2 હજાર કિલો ચણા, 1200 કિલો ભાત, 1500 કિલો લોટની પુરી, 4 હજાર લીટર કઢી અને 400 કિલો ભજીયાની વિશાળ તૈયારીઓ કરવામાં આવી છે. રથયાત્રા પૂર્વે મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ વચ્ચે સેવા અને પ્રસાદની ભવ્ય વ્યવસ્થા કરવામાં આવી છે.

