VIDEO: અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન દ્વારા ગુજરાત ભાડા વિધેયકના વિરોધમાં બે દિવસીય હડતાળ
સોર્સ : gstv
અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન દ્વારા આવતીકાલથી બે દિવસ માટે વકીલોની હડતાળની જાહેરાત કરવામાં આવી છે. આ હડતાળ "ગુજરાત ભાડા વિધેયક 2026" ના વિરોધમાં પાડવામાં આવી રહી છે. વકીલોનું માનવું છે કે સંબંધિત વિધેયક લાગુ થવાથી સામાન્ય પ્રજા અને વકીલો બંનેને ભારે હાલાકી ભોગવવાનો ડર અને ભય સેવાઈ રહ્યો છે. આ નવા કાયદાનો સખત વિરોધ કરવા તેમજ તેમાં પ્રજાહિતમાં જરૂરી સુધારા-વધારા કરાવવાના હેતુથી અમદાવાદના તમામ વકીલો એકસૂરે આ હડતાળમાં જોડાશે. આ વિરોધ પ્રદર્શન દ્વારા સરકાર સમક્ષ નવા ભાડા વિધેયકમાં જરૂરી સુધારા કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે.

