VIDEO: અમદાવાદ સાયબર ક્રાઈમ દ્વારા પાકિસ્તાન, ચીન અને ભારત સાથે સંકળાયેલા હાઇ-ટેક સ્કેમના બે આરોપી ઝડપાયા
સોર્સ : gstv
અમદાવાદ સાયબર ક્રાઈમે આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા કુખ્યાત 'બોસ સ્કેમ' કૌભાંડનો પર્દાફાશ કરી પશ્ચિમ બંગાળથી બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓ બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટનો દુરુપયોગ કરી ગ્રાહકોની જાણ બહાર હજારો ડમી સિમકાર્ડ મેળવતા હતા અને ચીની માલવેર તથા પાકિસ્તાની કોલ સેન્ટરની મદદથી જાણીતી કંપનીઓના CEO બની કરોડોની ઠગાઈ આચરતા હતા. આ આરોપીઓ દેશભરમાં સાયબર ફ્રોડ માટે OTP પૂરા પાડવાનું મોટું નેટવર્ક ચલાવતા હતા. સાયબર ક્રાઈમે સમયસર કાર્યવાહી કરી 10,000 થી વધુ ડિવાઇસને સંક્રમિત થતા અટકાવ્યા છે. નાણાકીય ટ્રાન્સફરનો મેસેજ આવે ત્યારે હંમેશા રૂબરૂ કે ફોન પર કન્ફર્મ કરવું જરૂરી છે.

