VIDEO: અમદાવાદ: ગર્લફ્રેન્ડનો ન્યુડ વીડિયો બનાવી બ્લેકમેઇલ કરનાર યુવક સામે ગુનો દાખલ કરાયો
સોર્સ : gstv
અમદાવાદના ઘુમા વિસ્તારમાં ફોરેન્સિક સાયન્સનો અભ્યાસ કરતી ૧૯ વર્ષીય વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ અને બ્લેકમેઇલિંગનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. કર્તવ્ય મણિયાર નામના યુવકે વિડિયો કોલ દરમિયાન યુવતીનો ન્યુડ વીડિયો બનાવી લીધો હતો અને તેને બ્લેકમેઇલ કરી નાણાં પડાવ્યા હતા…આરોપીએ બ્લેકમેઇલ કરીને યુવતીના પગ પર કાતરથી પોતાના નામનો પ્રથમ અક્ષર પણ લખાવડાવ્યો હતો. આ અંગે પીડિતાએ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને ફરાર થઈ ગયેલા આરોપીને ઝડપી પાડવા માટે સઘન તજવીજ હાથ ધરી છે.

