VIDEO: અમદાવાદ સાયબર ક્રાઈમે સિવિલ હોસ્પિટલના નામે ઠગાઈ કરતી ગેંગ પકડી
સોર્સ : gstv
અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે સિવિલ હોસ્પિટલના કર્મચારી બનીને છેતરપિંડી આચરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગ દ્વારા ૨૦૦૦ ડિસ્પોઝેબલ બેગનો કોન્ટ્રાક્ટ અપાવવાના નામે રૂપિયા ૯ લાખ ૬૦ હજારની છેતરપિંડી આચરવામાં આવી હતી..પોલીસે રાહુલ શર્મા, વિપુલસિંહ તોમર અને અમન કુશવાહા નામના ત્રણ શખ્સોની અટકાયત કરી છે. આ ગઠિયાઓ વેરિફિકેશન માટે બનાવટી આઈડી કાર્ડ, ટેન્ડર ફોર્મ, પર્ચેસ ઓર્ડર અને બોગસ ઈ-મેઈલ આઈડીનો ઉપયોગ કરતા હતા. મુખ્ય આરોપી રાહુલ શર્મા પર્ચેસ ડિપાર્ટમેન્ટના અધિકારી બનીને વેપારીઓને ફસાવતો હતો. તપાસ દરમિયાન ચાંગોદર વિસ્તારમાં પણ રૂ. ૧૮.૩૧ લાખથી વધુની ઠગાઈ કર્યાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપીઓ સામે અગાઉ પણ ગુના નોંધાયેલા છે અને હાલ સાયબર ક્રાઈમ દ્વારા વધુ તપાસ ચાલુ છે.

