VIDEO: અમદાવાદમાં વરસાદ બાદ કોટ વિસ્તાર અને કાલુપુર-પ્રેમ દરવાજાના રસ્તાઓ જર્જરિત
સોર્સ : gstv
અમદાવાદ શહેરમાં હાલ નાના-મોટા ખાડાનું સામ્રાજ્ય ફેલાઈ ગયું છે, જેના કારણે સામાન્ય જનજીવન અને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. ઐતિહાસિક કોટ વિસ્તારના રસ્તાઓની હાલત પણ અત્યંત દયનીય બની ગઈ છે અને ત્યાં પણ મોટા ખાડાઓ પડી ગયા છે. ખાસ કરીને કાલુપુર રેલવે સ્ટેશન તેમજ પ્રેમ દરવાજા જેવા અત્યંત વ્યસ્ત વિસ્તારોમાં રોડ પર પડેલા ખાડાઓને કારણે ટ્રાફિક જામ અને અકસ્માતોનું જોખમ સતત વધી રહ્યું છે. સ્થાનિક નાગરિકો અને મુસાફરો દ્વારા આ ગંભીર સમસ્યા અંગે ભારે રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે અને તંત્ર દ્વારા આ ખાડાઓ તાત્કાલિક ધોરણે પુરાય તેવી માંગ ઉઠી છે..

