VIDEO: અમદાવાદ: દશામાની મૂર્તિઓના વિસર્જન માટે AMC દ્વારા 7 કૃત્રિમ કુંડ તૈયાર કરાયા
સોર્સ : gstv
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા દશામાની પ્રતિમાઓના શ્રદ્ધાપૂર્વક અને પર્યાવરણ અનુકૂળ વિસર્જન માટે શહેરમાં કુલ 7 કૃત્રિમ કુંડ તૈયાર કરવામાં આવ્યા છે. સાબરમતીરિવરફ્રન્ટના બંને કિનારે, વિવિધ બ્રિજ નજીક અને મધ્ય ઝોન સહિત અન્ય ઝોનના ખુલ્લા પ્લોટમાં પવિત્ર કુંડ બનાવાયા છે. 10 દિવસ સુધી દશામાની ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના કર્યા બાદ શ્રદ્ધાળુઓ સુચારુ રીતે વિસર્જન કરી શકે તે માટે દરેક સ્થળે ક્રેન, લાઈફગાર્ડ અને ફાયર બ્રિગેડની ટીમો તૈનાત કરવામાં આવી છે.

