VIDEO: હાઈકોર્ટના આદેશ બાદ વિવાદીત રસ્તો બંધ થતા સ્થાનિકોની મુશ્કેલી વધતા આવેદનપત્ર પાઠવ્યું
સોર્સ : gstv
વિરમગામના વોર્ડ નંબર 8માં આવેલા સર્વે નં. 498/1 અને 498/2માંથી પસાર થતો વિવાદિત રસ્તો હાઈકોર્ટના આદેશ બાદ મામલતદાર દ્વારા તાળા મારી બંધ કરવામાં આવ્યો છે. આ રસ્તો બંધ થવાના કારણે સંજીવની સોસાયટી, અવની પાર્ક અને મંગલમ સહિતની સોસાયટીઓના રહીશો, વિદ્યાર્થીઓ, વૃદ્ધો અને ઈમરજન્સી સેવાઓ માટે ભારે મુશ્કેલી ઊભી થઈ છે. સ્થાનિક રહીશોએ નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી તાત્કાલિક વ્યવહારુ વૈકલ્પિક રસ્તો આપવાની માંગ કરી છે. સામે પક્ષે જમીન માલિકોનું કહેવું છે કે બિલ્ડરોએ રેરાના સાચા પ્લાન છુપાવીને લોકોને ગેરમાર્ગે દોર્યા છે. કાયમી ઉકેલ ન આવે ત્યાં સુધી વૈકલ્પિક રસ્તાની માંગ વચ્ચે વિસ્તારમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.

