VIDEO:હાઈકોર્ટના આદેશ બાદ કાર્યવાહી તેજ, ટાટા કેમિકલ્સમાં પ્રદૂષિત પાણી પર રોક
સોર્સ : GSTV
ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડએ મીઠાપુરના ટાટા કેમિકલ્સ પ્લાન્ટમાં પ્રદૂષણના મામલે સોગંદનામું રજૂ કર્યું છે. GPCBના ઇન્સ્પેક્શન બાદ પ્રદૂષિત પાણી છોડવાનું સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યું હોવાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. ટ્રીટેડ ઇન્ફ્લુએન્ટ હવે ડીપ-સી પાઈપલાઈન મારફતે કચ્છના અખાતમાં છોડવામાં આવ્યું છે. આસપાસની ખુલ્લી નહેરને કાયમી ધોરણે બંધ કરવા માટે GPCBએ કામગીરી શરૂ કરી દીધી છે. આ મામલે ચાર સપ્તાહ બાદ વધુ સુનાવણી કરવામાં આવશે.

