Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : accident near Bhavin intersection in Naranpura; car overturned an Activa and a rickshaw

Ahmedabad/ નારણપુરાના ભાવિન ચાર રસ્તા પાસે ગમખ્વાર અકસ્માત; બેફામ કારે એક્ટિવા અને રિક્ષાને ઉડાવ્યા

Timeછેલ્લું અપડેટ : 30 Dec 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદ શહેરમાં વધુ એક વખત પુરપાટ ઝડપે દોડતા વાહને અકસ્માત સર્જ્યો છે. અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલા ભાવિન ચાર રસ્તા પાસે ગત રાત્રે એક બેફામ કાર ચાલકે એક્ટિવા અને રિક્ષાને જોરદાર ટક્કર મારતા અરેરાટી વ્યાપી ગઈ છે. આ અકસ્માતમાં એક્ટિવા ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

App Store

પુરપાટ ઝડપે આવતી કારે સર્જ્યો અકસ્માત

ઘટનાની વિગત મુજબ, નારણપુરામાં મીરામ્બિકા રોડ પર આવેલી ભાવિન ગર્લ્સ હોસ્ટેલ નજીકથી એક ઈનોવા કાર ચાલક અતિશય ઝડપે પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને સામે આવતા એક્ટિવા ચાલક તેમજ એક રિક્ષાને અડફેટે લીધા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષાની આખી દિશા બદલાઈ ગઈ હતી અને તેમાં સવાર મુસાફરો પણ ફફડી ઉઠ્યા હતા.

એક્ટિવા ચાલકની હાલત ગંભીર

આ જોરદાર ટક્કરને કારણે એક્ટિવા ચાલક રોડ પર પટકાયા હતા, જેના કારણે તેમને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી છે. ઘટના બનતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઘાયલ એક્ટિવા ચાલકને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પોલીસ તપાસ શરૂ

અકસ્માતની જાણ થતા જ ટ્રાફિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે અકસ્માત સર્જનાર ઈનોવા કારના ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ટ્રાફિક પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે કે અકસ્માત સમયે કાર ચાલક નશામાં હતો કે કેમ અથવા અન્ય કોઈ કારણસર આ અકસ્માત સર્જાયો છે.