Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : A young man madly in love and a minor stole 6.56 lakhs from a house to take revenge for a general scolding

VIDEO: પ્રેમમાં પાગલ યુવાન અને સગીરાએ સામાન્ય ઠપકાનો બદલો લેવા ઘરમાં કરી 6.56 લાખની ચોરી

Timeછેલ્લું અપડેટ : 07 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદના રામોલ વિસ્તારમાં પ્રેમમાં પાગલ એક યુવાન અને સગીરાએ સામાન્ય ઠપકાની અદાવત રાખીને ચોરીનો અનોખો રસ્તો અપનાવ્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં પોલીસે 6.56 લાખ રૂપિયાની ચોરીનો ગુનો નોંધીને યુવક પ્રશાંત ઠાકોર અને સગીરાની ધરપકડ કરી છે. થોડા દિવસો અગાઉ યુવક પ્રશાંત સગીરાના ઘરે મળવા આવ્યો હતો, ત્યારે સામે રહેતા ફરિયાદી વિનય ભરવાડે તેને મોહલ્લામાં ના આવવા માટે સામાન્ય ઠપકો આપ્યો હતો. આ વાતની રીસ રાખીને સગીરાએ અદાવત રાખી હતી, અને તે અગાઉથી ફરિયાદીના ઘરે આવતી-જતી હોવાથી કોઈને શંકા ગઈ ન હતી, જેનો લાભ લઈને તેણે તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના ચોરી લીધા હતા. ફરિયાદીના પત્ની જ્યારે લાઈટ બિલ ભરવા માટે તિજોરીમાંથી પૈસા કાઢવા ગયા ત્યારે તિજોરી ખાલી જણાઈ હતી અને 6.56 લાખના કિંમતી ઘરેણા ગાયબ હોવાનું માલૂમ પડતા રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે.

App Store