VIDEO: અમદાવાદનું તંત્ર ઊંઘતું રહ્યું ને માસૂમનો જીવ ગયો! તળાવ પાસે પાણી ન નીતરતાં કિશોરે ગુમાવ્યો જીવ!
રામોલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઘોર બેદરકારી સામે આવી છે. વરસાદી પાણીનો સમયસર નિકાલ ન કરાયો હોવાથી 13 વર્ષના બે કિશોર પાણીમાં નહાવા પડ્યા હતા. જેમાં એક બાળકનું ડૂબી જવાથી મોત થયું છે. જ્યારે એક કિશોરને સારવાર માટે સિવિલમાં દાખલ કરાયો છે. જે ગંભીર હાલતમાં આઈસીયુંમાં સરવાર લઈ રહ્યો છે.
રામોલ ગામ પાસે રોડની સાઈડમાં ભરાયેલા વરસાદના પાણીમાં નહાવા માટે પડ્યા હતા
રામોલમાં રામોલ ગામથી રિંગ રોડ ઉપર જવાના રસ્તો બે દિવસ પહેલા પડેલા ભારે વરસાદના પાણી ભરાયા હતા. જેમાં ખાસ કરીને વડુ તળાવ નજીક રોડની બાજુમાં ભારે માત્રામાં વરસાદી પાણી ભરાયેલા હતા, જેમાં ત્યાં નજીકમાં આવેલી પુષ્પમ હાઈટ્સમાં રહેતા 13 વર્ષના બે કિશોર આ પાણીમાં નહાવા પડ્યા હતા. સ્થાનિક રહેવાસીઓએ સાંજે 6 વાગે ફાયર બ્રિગેડને જાણ કરી હતી જો કે ફાયર બ્રિગેડની જશોદાનગરની ટીમ પહોંચી તે પહેલા સ્થાનિક તરવૈયાઓએ બાળકોને બહાર કાઢ્યા હતા. જેમાં એક 13 વર્ષના એક કિશોરનું મોત થયું હતું. જ્યારે એક કિશોર હાલમાં સારવાર હેઠળ છે. આ બનાવ અંગે રામોલ પોલીસે હાલ તો અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

