Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : A massive fire broke out in a paint company in rural Ahmedabad's Moraiya

Ahmedabad ગ્રામ્યના મોરૈયામાં કલર કંપનીમાં લાગી વિકરાળ આગ, ધૂમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા

Timeછેલ્લું અપડેટ : 19 May 2026
લાઇવ ટીવીGoogle News
Ahmedabad ગ્રામ્યના મોરૈયામાં કલર કંપનીમાં લાગી વિકરાળ આગ, ધૂમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા
સોર્સ : gstv

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના અગ્રણી ઔદ્યોગિક હબ ગણાતા સાણંદમાં ફરી એકવાર આગની મોટી દુર્ઘટના સામે આવી છે. સાણંદના મોરૈયા વિસ્તારમાં આવેલી કલર બનાવતી કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગની તીવ્રતા એટલી વધારે હતી કે તેના ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા.

App Store

કેમિકલ અને કલર હોવાના કારણે આગ ઝડપથી પ્રસરી

મળતી માહિતી અનુસાર, મોરૈયામાં આવેલી આ ખાનગી ફેક્ટરી કલર બનાવવાનું કામ કરે છે. કંપનીમાં કલર અને તેમાં વપરાતા જ્વલનશીલ કેમિકલનો મોટો જથ્થો હાજર હોવાના કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આખી ફેક્ટરીને લપેટમાં લીધી હતી. ફેક્ટરીની અંદરથી આગની જ્વાળાઓ નીકળતી જોઈને ત્યાં કામ કરતા શ્રમિકો અને આસપાસના લોકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી.

ઘટના અંગે તાત્કાલિક ફાયર કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવતા સાણંદ અને આજુબાજુના સ્ટેશનો પરથી ફાયર વિભાગની ગાડીઓનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફાયર ફાયટરોના જવાનોએ પાણી અને ફોમનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાની યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી છે. ફેક્ટરીની અંદર કોઈ મજૂર ફસાયું છે કે કેમ અને આગ કયા કારણોસર લાગી (શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ કારણ) તેની સત્તાવાર વિગતો હજુ સામે આવી નથી.