VIDEO: ધોળકામાં ભગવાન જગન્નાથનું ભવ્ય મામેરું
સોર્સ : gstv
અમદાવાદ જિલ્લાના ધોળકામાં રથયાત્રા પૂર્વે ભક્તિમય માહોલ છવાયો છે. ઐતિહાસિક ચાર શેરી વિસ્તારમાં આવેલા શ્રીકૃષ્ણ મંદિરે ભગવાનનો ભવ્ય મામેરું મહોત્સવ હર્ષોલ્લાસ સાથે ઉજવાયો હતો. આ વર્ષે મામેરાના યજમાન બનવાનું સૌભાગ્ય દિનેશકુમાર કાલિદાસ ચોક્સી પરિવારને મળ્યું હતું. શિવજી મંદિરથી વાજતે-ગાજતે નીકળેલી શોભાયાત્રાએ શહેરના વિવિધ વિસ્તારોમાં ભક્તિમય વાતાવરણ સર્જ્યું હતું. માર્ગમાં ઠેર-ઠેર ભક્તોએ પુષ્પવર્ષા અને ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. હવે 16 તારીખે યોજાનારી ભવ્ય રથયાત્રાને લઈને ધોળકાવાસીઓમાં ભારે ઉત્સાહ અને આતુરતા જોવા મળી રહી છે.

