VIDEO: અમદાવાદના વસ્ત્રાપુર સ્થિત માનસી સર્કલ પાસે વધુ એક ભુવો પડતાં ભારે ટ્રાફિક જામ સર્જાયો
સોર્સ : gstv
અમદાવાદમાં માનસી સર્કલ પાસે વધુ એક ભુવો પડ્યો. ભુવાના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને ટ્રાફિક જામની સ્થિતિ વચ્ચે તંત્ર દ્વારા ભુવાનું રિપેરિંગ કામ શરૂ કરવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે, વગર વરસાદે પણ અમદાવાદમાં રસ્તા ધસી પડવાના અને ભુવા પડવાના બનાવો સતત સામે આવી રહ્યા છે. આંકડા મુજબ 2026માં 8 જુલાઈ સુધી અમદાવાદમાં 288 રોડ કેવ-ઇન અને ભુવાના બનાવો નોંધાયા હતા. જ્યારે શહેરમાં અત્યાર સુધી 2,028 ખાડા પણ ચોપડે નોંધાયા છે. ભુવા અને ખાડાની સમસ્યા વચ્ચે AMCની કામગીરી સામે ફરી સવાલો ઉઠી રહ્યા છે.

