VIDEO: રથયાત્રા પૂર્વે અમદાવાદ ફાયર બ્રિગેડ એક્શન મોડમાં, ઘીકાંટા ખાતે યોજાઈ ભવ્ય મોકડ્રિલ!
સોર્સ : GSTV
અમદાવાદમાં આગામી ભવ્ય રથયાત્રાને પૂર્વે ઈમરજન્સી પરિસ્થિતિઓથી પહોંચી વળવા માટે ફાયર વિભાગ દ્વારા સઘન તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે રથયાત્રાના નિર્ધારિત રૂટ પર આવેલા ઘીકાંટા સ્થિત મહાલક્ષ્મી કોમ્પ્લેક્સ ખાતે એક વિશેષ મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રિલનો મુખ્ય હેતુ રથયાત્રા દરમિયાન જો રૂટ પર આગ કે કોઈ અણબનાવ જેવી ઈમરજન્સી ઘટના બને તો તાત્કાલિક ધોરણે કઈ રીતે ઝડપી બચાવ કામગીરી કરવી તે ચકાસવાનો હતો. ફાયર બ્રિગેડના જવાનોએ આ તકે આધુનિક સાધનો સાથે કટોકટીના સમયે કામ કરવાની પોતાની સજ્જતાનું સફળ પ્રદર્શન કર્યું હતું. રથયાત્રા શાંતિપૂર્ણ અને સુરક્ષિત માહોલમાં સંપન્ન થાય તે માટે તંત્ર દ્વારા તમામ સુરક્ષા પાસાંઓનું ચોકસાઈપૂર્વક નિરીક્ષણ કરવામાં આવ્યું છે.

