VIDEO: હલકી બ્રાન્ડના દારૂમાં ફ્લેવર ઉમેરી મોંઘી બ્રાન્ડના નામે નકલી દારૂ બનાવવાનું કારખાનું ઝડપાયું
સોર્સ : gstv
અમદાવાદના શાહપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હલીમની ખડકી પાસે આવેલી મઢવાળી પોળમાં પીસીબી પોલીસે દરોડો પાડીને નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે. મુખ્ય આરોપી વિકી ઉર્ફે મંગો ચૌહાણ પોતાના ઘરમાં હલકી બ્રાન્ડના દારૂમાં ફ્લેવર ઉમેરી મોંઘી બ્રાન્ડના નામે નકલી દારૂ બનાવવાનું કારખાનું ચલાવતો હતો. પોલીસે મંદિપ ભાવસાર, કૈલાશ બોડાણા, દેવ પટેલ અને દેવાંગ જાની નામના ચાર શખ્સોની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય આરોપી વિકી ફરાર છે. પોલીસે કુલ રૂપિયા એક લાખ 56 હજાર 410 નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

