Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : A dumper driver hit a father and daughter riding a bike near Sanand

VIDEO: સાણંદ નજીક ડમ્પર ચાલકે બાઈક સવાર પિતા-પુત્રીને અડફેટે લીધા, યુવતીનું મોત ઘટનાસ્થળે જ મોત

Timeછેલ્લું અપડેટ : 14 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદ ગ્રામ્યના સાણંદ તાલુકાના શિયાવાડા ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ડમ્પર ચાલકે બાઇકને અડફેટે લેતા એક યુવતીનું મોત નિપજ્યું છે, જ્યારે તેના પિતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા છે. માહિતી મુજબ ડમ્પર ફુલ સ્પીડમાં હોવાથી બાઇક સવારને અચાનક ટક્કર વાગી હતી, જેના કારણે ઘટનાસ્થળે જ યુવતીનું મોત થયું હતું.

App Store

અકસ્માત બાદ આસપાસના લોકો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા અને ભારે રોષ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતા સાણંદ જીઆઇડીસી પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી છે. ડમ્પર ચાલક સામે લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે અને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.