VIDEO: અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી નજીક રોંગ સાઇડમાં આવેલી કાર ટ્રક સાથે અથડાઈ
સોર્સ : gstv
અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ ગ્રાન્ડ વિટારા કાર રોંગ સાઈડમાં આવી જતા ટ્રક સાથે અથડાઈ હતી. અકસ્માતમાં કાર અને ટ્રક બંનેને નુકસાન પહોંચ્યું હતું. જોકે સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા, જેના કારણે થોડા સમય માટે ટ્રાફિક વ્યવસ્થા પ્રભાવિત થઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને વાહનવ્યવહાર સામાન્ય કરાવ્યો હતો. હાલ પોલીસે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરી છે અને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

