VIDEO: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ભયાનક અકસ્માતમાં ૭ લોકોના કમકમાટીભર્યા મોત
સોર્સ : gstv
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત આણંદથી નડિયાદ વચ્ચે ઓવરટેકિંગ લેનમાં બન્યો હતો. સુરતથી રાજસ્થાન જઈ રહેલી ખાનગી બસને અકસ્માત નડ્યો હતો. આ ઘટનામાં ૭ લોકોના કરૂણ મોત નિપજ્યા છે. અકસ્માતમાં અન્ય ૪ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઘટનાની જાણ થતાં જ ૧૦૮ની ટીમ સ્થળ પર દોડી આવી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આણંદ ગ્રામ્ય પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.

