Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: Triple accident on Ahmedabad-Vadodara Express Highway,

VIDEO: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતમાં 3ના મોત, ટ્રક-લક્ઝરીની ટક્કર બાદ પાછળની અન્ય ટ્રકે મુસાફરોને કચડ્યા

Timeછેલ્લું અપડેટ : 27 Oct 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદ જિલ્લાના કણભા નજીક આજે વહેલી સવારે ને ગમખ્વાર ટ્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં ત્રણ લોકોનાં મોત થયા હોવાના અહેવાલ છે, જ્યારે 15થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે અને મૃત્યુઆંક વધવાની શક્યતા છે.

App Store

શું હતી ઘટના? 

પ્રાથમિક માહિતી મુજબ, આ અકસ્માતની શરૂઆત ટ્રક અને એક લક્ઝરી બસ વચ્ચે ટક્કર થવાથી થઈ હતી. પહેલાં અકસ્માત બાદ બંને વાહનોના ડ્રાઇવરો રસ્તા પર ઊતરીને સમાધાનની વાત કરી રહ્યા હતા. આ સમયે લક્ઝરી બસમાંથી પણ કેટલાક મુસાફરો નીચે ઊતર્યા હતા. તે જ સમયે પાછળથી અચાનક ધસી આવેલી અન્ય એક ટ્રક રોડ પર ઊભેલા આ મુસાફરો પર ફરી વળી હતી. આ ગંભીર દુર્ઘટનામાં ત્રણ લોકોનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

15થી વધુ ઈજાગ્રસ્ત

ટ્રક અકસ્માત બાદ 15થી વધુ લોકોને ગંભીર ઈજાઓ થતાં તેમને તાત્કાલિક સારવાર માટે અમદાવાદની એલ.જી. હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. સમગ્ર ઘટનાની જાણ થતા કણભા પોલીસ દ્વારા અકસ્માત અંગેનો ગુનો નોંધી આ અંગે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.