VIDEO: અમદાવાદમાં લક્ઝરી બસમાંથી 406 કિલો શંકાસ્પદ પનીર ઝડપાયું, તપાસ શરૂ
સોર્સ : gstv
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા કાંકરિયા પાસે બે લક્ઝરી બસોમાંથી અંદાજે 406 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ અખાદ્ય પનીર રાજસ્થાનના જોધપુર અને પાલી શહેરોમાંથી અમદાવાદ લાવવામાં આવી રહ્યું હતું, જેમાં એક લક્ઝરી બસમાંથી 100 કિલો અને બીજી બસમાંથી 300 કિલો જેટલું પનીર મળી આવ્યું હતું. આ પનીર ખરીદવા માટે આવેલા મણીનગર અને નરોડા વિસ્તારના બે શંકાસ્પદ વ્યક્તિઓની પણ આરોગ્ય વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. હાલમાં એએમસીની ટીમ દ્વારા પનીરના સેમ્પલ લઈને તેને ટેસ્ટિંગ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે અને બાકીના તમામ જથ્થાને સ્થળ પર જ સીઝ કરી દેવામાં આવ્યો છે.

