Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : 4 teenage girls drown while bathing in a lake in Charal village of Sanand

Sanandના ચરલ ગામે તળાવમાં ન્હાવા પડેલી 4 કિશોરીઓ ડૂબી, બેનાં મોતથી વ્યાપી અરેરાટી

Timeછેલ્લું અપડેટ : 09 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Sanandના ચરલ ગામે તળાવમાં ન્હાવા પડેલી 4 કિશોરીઓ ડૂબી, બેનાં મોતથી વ્યાપી અરેરાટી
સોર્સ : AI

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ચરલ ગામ પાસેથી એક હૃદયદ્રાવક ઘટના બની છે. જ્યાં તળાવમાં નહાવા પડેલી બે કિશોરીઓના ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

App Store

સાણંદમાં તળાવમાં ડૂબી જવાથી બે કિશોરીઓના મોત

મળતી માહિતી મુજબ, સાણંદના ચરલ ગામ પાસે ભંગાર કોલોનીમાં રહેતા અને રસોઈકામ કરી ગુજરાન ચલાવતા બિહારના શ્રમિક પરિવારની ચાર કિશોરીઓ આજે(9 એપ્રિલ, 2026) બપોરના સમયે તળાવે કપડાં ધોવા માટે ગઈ હતી. જેમાં કપડાં ધોયા બાદ કાજલ, ચાંદની, રાગિણી અને સંજના નામની ચારેય કિશોરીઓ તળાવમાં નહાવા પડી હતી.

આ દરમિયાન તળાવના ઊંડા પાણીમાં ચારેય કિશોરીઓ ડૂબવા લાગી હતી. ડૂબવાની ઘટનામાં બે કિશોરીનો આબાદ બચાવ થયો હતો, પરંતુ કમનસીબે કાજલ અને ચાંદની નામની બે કિશોરીઓ પાણીમાં ગરકાવ થતાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

સમગ્ર ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને પોલીસ કાફલો સ્થળે દોડી પહોંચ્યો હતો. પોલીસે બંને કિશોરીઓના મૃતદેહોને તળાવમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે સાણંદ હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે. આ મામલે સાણંદ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વતનથી દૂર રોજગારી માટે આવેલા શ્રમિક પરિવાર પર આભ તૂટી પડતા ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.