VIDEO: અમદાવાદના CG રોડ પર 280 સ્માર્ટ પાર્કિંગ સ્લોટ શરૂ
સોર્સ : gstv
અમદાવાદના CG રોડ પર AMC દ્વારા સ્ટેડિયમ ક્રોસ રોડથી પંચવટી ક્રોસ રોડ સુધી 280 ઓન-સ્ટ્રીટ સ્માર્ટ ફ્લેપ પાર્કિંગ શરૂ કરવામાં આવ્યા છે. ગેરકાયદેસર અને અયોગ્ય પાર્કિંગ અટકાવવા માટે આ સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે. ફોર-વ્હીલર નિર્ધારિત સ્લોટમાં પાર્ક કર્યા બાદ ફ્લેપ બેરિયર આપમેળે લોક થઈ જશે અને QR કોડ સ્કેન કરી UPI અથવા ડિજિટલ પેમેન્ટ કર્યા બાદ જ અનલોક થશે. અહીં રોકડ પેમેન્ટ સ્વીકારાશે નહીં અને કોઈ અનધિકૃત વ્યક્તિ રોકડ માંગે તો હેલ્પલાઇન 704 10 40 111 પર જાણ કરવા સૂચના અપાઈ છે. આ સુવિધા માત્ર ફોર-વ્હીલર માટે છે અને સ્માર્ટ પાર્કિંગની જગ્યાએ ટુ-વ્હીલર પાર્ક કરવા બદલ કાર્યવાહી થઈ શકે છે.

