Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : 2021 cow meat case convict sentenced to 8 years, fined Rs.2 lakh

VIDEO: વર્ષ 2021ના ગૌવંશ માંસ કેસમાં દોષિતને 8 વર્ષની સજા, રૂ.2 લાખનો દંડ

Timeછેલ્લું અપડેટ : 13 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદમાં વર્ષ 2021માં નોંધાયેલા ગૌવંશના માંસના કેસમાં સિટી સેશન્સ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. વટવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ કેસમાં દોષિત અંસાર કુરેશીને 8 વર્ષની સખત કેદની સજા તેમજ 2 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે વટવાના સરતાજનગર વિસ્તારમાં આવેલી એક દુકાન પર દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાંથી 12 કિલો શંકાસ્પદ માંસનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. જપ્ત કરાયેલ નમૂનાઓને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા, જ્યાં તપાસમાં તે ગૌવંશનું માંસ હોવાનું પુષ્ટિ થઈ હતી. કેસ દરમિયાન કોર્ટે 6 સાક્ષીઓની જુબાની અને 7 દસ્તાવેજી પુરાવાઓની તપાસ કરી હતી. તમામ પુરાવાઓના આધારે કોર્ટે આરોપી અંસાર કુરેશીને દોષિત ઠેરવી સજા સંભળાવી છે. જ્યારે આ જ કેસમાં સામેલ અન્ય બે આરોપીઓને પૂરતા પુરાવાના અભાવે નિર્દોષ મુક્ત કરવામાં આવ્યા છે.  

App Store