Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : CSK part ways with seven-time trophy winner ahead of IPL 2027

VIDEO: IPL 2027 પહેલા CSKએ સાત વખત ટ્રોફી જીતાડનાર સાથે છેડો ફાડ્યો, 18 વર્ષના બાદ છોડ્યો ટીમનો સાથ

Timeછેલ્લું અપડેટ : 13 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની પાંચ વખતની ચેમ્પિયન ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને તેના હેડ કોચ સ્ટીફન ફ્લેમિંગે પરસ્પર સંમતિથી પોતાના 18 વર્ષ જૂના સંબંધોનો અંત લાવવાનો નિર્ણય કર્યો છે. ફ્રેન્ચાઈઝી દ્વારા સત્તાવાર રીતે આ જાહેરાત કરવામાં આવી છે, જેની સાથે જ IPL ઈતિહાસના સૌથી લાંબા અને સૌથી સફળ કોચિંગ કાર્યકાળનો અંત આવ્યો છે.

App Store

2008માં ખેલાડી તરીકે જોડાયો હતો

ન્યુઝીલેન્ડના પૂર્વ કેપ્ટન સ્ટીફન ફ્લેમિંગ અને CSK વચ્ચેની આ સફર વર્ષ 2008માં IPLની પ્રથમ સિઝન દરમિયાન શરૂ થઈ હતી, જ્યારે તે એક ખેલાડી તરીકે ટીમ સાથે જોડાયો હતો. ત્યારબાદ, તેના આગામી વર્ષે એટલે કે 2009માં તે ટીમનો હેડ કોચ બન્યો હતો અને ત્યારથી સતત તે આ પદ પર કાર્યરત હતો.

ફ્લેમિંગના નામે અદભુત રેકોર્ડ

સ્ટીફન ફ્લેમિંગના માર્ગદર્શન હેઠળ ચેન્નાઈ સુપર કિંગ્સે સફળતાના નવા શિખરો સર કર્યા છે. CSKએ તેના કાર્યકાળ દરમિયાન 5 IPL ટાઈટલ જીત્યા છે અને આ ઉપરાંત 2 વખત ચેમ્પિયન્સ લીગ T20 ટ્રોફી પણ પોતાના નામે કરી છે. ફ્લેમિંગના કોચિંગ હેઠળ ટીમે રેકોર્ડ 12 વખત IPL પ્લેઓફમાં જગ્યા બનાવી હતી અને 10 વખત ફાઈનલ સુધીની સફર ખેડી હતી.

માલિક રૂપા ગુરુનાથ અને કાશી વિશ્વનાથને પ્રશંસા કરી

CSKના માલિક રૂપા ગુરુનાથે ફ્લેમિંગના યોગદાનને યાદ કરતા જણાવ્યું હતું કે, તેમણે લગભગ બે દાયકા સુધી ટીમની વિચારધારા, ઓળખ અને જીતની સંસ્કૃતિને મજબૂત કરી છે અને તેમની વિરાસત હંમેશા ટીમનો હિસ્સો રહેશે. ટીમના મેનેજિંગ ડિરેક્ટર કાશી વિશ્વનાથને પણ ફ્લેમિંગની પ્રશંસા કરતા કહ્યું કે, ખેલાડીઓ પાસેથી તેમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન બહાર લાવવાની ક્ષમતા તેમની સૌથી મોટી તાકાત હતી.

ફ્લેમિંગે વ્યક્ત કર્યો આભાર

પોતાના વિદાય સંદેશમાં સ્ટીફન ફ્લેમિંગે ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે વિતાવેલા સમયને તેના કોચિંગ કરિયરનો સૌથી યાદગાર અધ્યાય ગણાવ્યો છે. તેણે ઉમેર્યું કે રમત જગતમાં 18 વર્ષની સફર ઘણી લાંબી હોય છે અને તે અહીંથી માત્ર આભારની લાગણી સાથે વિદાય લઈ રહ્યો છે, પરંતુ CSK હંમેશા તેના દિલની નજીક રહેશે.