Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : IND vs ENG 1st ODI Team India's probable playing eleven

VIDEO: IND vs ENG 1st ODI / 177 દિવસ પછી સાથે જોવા મળશે રોહિત અને વિરાટ, આવી હોઈ શકે છે ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવન

Timeછેલ્લું અપડેટ : 13 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

T20 સિરીઝમાં કારમી હાર બાદ ભારતીય ક્રિકેટ ટીમ ODI સિરીઝમાં સુધારો કરવા અને ઈંગ્લેન્ડને હરાવવા માટે પ્રયત્ન કરશે. બંને ટીમો વચ્ચે ત્રણ મેચની સિરીઝ મંગળવાર (14 જુલાઈ) થી શરૂ થશે. આમાં ભારતીય ક્રિકેટના બે દિગ્ગજ ફરી એકવાર સાથે રમતા જોવા મળશે.

App Store

સિરીઝની પહેલી મેચ બર્મિંઘમના એજબેસ્ટન ખાતે રમાશે. આ મેચમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી સાથે રમશે. ભારતે અફઘાનિસ્તાન સામે છેલ્લી ODI સિરીઝ રમી હતી, જેમાં 3-0થી જીત મેળવી હતી, પરંતુ કોહલી ગેરહાજર હતો, ફક્ત રોહિત રમ્યો હતો. કોહલીની છેલ્લી ODI આ વર્ષે જાન્યુઆરીમાં ન્યુઝીલેન્ડ સામે હતી. આ મેચ 18 જાન્યુઆરીએ રમાઈ હતી. તે મેચ પછી બંને ખેલાડીઓ 14 જુલાઈએ 177 દિવસ પછી ફરી સાથે જોવા મળશે.

આ ઓલરાઉન્ડર બે વર્ષ પછી ટીમમાં પાછો ફરશે

રોહિત કેપ્ટન શુભમન ગિલ સાથે ઓપનિંગ કરવા માટે તૈયાર છે. કોહલીનું ત્રીજા નંબર પર સ્થાન પણ નિશ્ચિત છે. ટીમનો વાઈસ-કપ્તાન શ્રેયસ અય્યર ચોથા નંબર પર બેટિંગ કરશે, અને અક્ષર પટેલ અથવા કેએલ રાહુલમાંથી કોઈ એકને પાંચમા નંબર પર તક મળશે. હાર્દિક પંડ્યા આ સિરીઝમાં નથી. તેના સ્થાને પસંદગી પામેલો નીતિશ કુમાર રેડ્ડી પણ ઈજાને કારણે સિરીઝમાંથી બહાર થઈ ગયો છે.

આ સ્થિતિમાં, BCCIની સિલેક્શન કમિટીએ T20 ટીમના નિયમિત સભ્ય શિવમ દુબેને તક આપી છે. શિવમનું પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન નિશ્ચિત માનવામાં આવે છે. જો તે રમે છે, તો તે બે વર્ષ બાદ ભારત માટે ODI રમશે. આ ખેલાડીએ ટીમ ઈન્ડિયા માટે તેની છેલ્લી ODI 7 ઓગસ્ટ, 2024ના રોજ કોલંબોમાં શ્રીલંકા સામે રમી હતી.

ગિલના મિત્રને તક મળશે

જસપ્રીત બુમરાહની વાપસીને કારણે ટીમ ઈન્ડિયાની બોલિંગ અહીં મજબૂત બનવા જઈ રહી છે. તે T20 સિરીઝમાં નહતો રમ્યો. ગિલે તેના બાળપણના મિત્ર ગુરનુર બરારને અફઘાનિસ્તાન સિરીઝમાં તક આપી હતી, જેણે બધાને પ્રભાવિત કર્યા હતા. ગુરનુર અંગ્રેજી પિચો પર ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે. ટીમમાં તેનું સ્થાન પણ નિશ્ચિત છે. અર્શદીપ સિંહ પણ બુમરાહ સાથે ફાસ્ટ બોલિંગની જવાબદારી સંભાળશે. કુલદીપ યાદવ અને અક્ષર પટેલ સ્પિન બોલિંગ સંભાળશે.

ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન

શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), અક્ષર પટેલ, શિવમ દુબે, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, ગુરનુર બરાર.