Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Sourav Ganguly and Anjum Chopra inducted into ICC Hall of Fame, Kevin Pietersen also honored

VIDEO: ICC હોલ ઓફ ફેમમાં સૌરવ ગાંગુલી અને અંજુમ ચોપરાનો સમાવેશ, કેવિન પીટરસનને પણ મળ્યું ગૌરવ

Timeછેલ્લું અપડેટ : 12 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા ભારતીય ક્રિકેટ ટીમને નવી ઊંચાઈઓ પર પહોંચાડનારા બે મહાન કેપ્ટનોને એક વિશેષ સન્માન આપવામાં આવ્યું છે. ICCએ ભારતીય પુરુષ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી અને પૂર્વ મહિલા ક્રિકેટર અંજુમ ચોપરાને પોતાના પ્રતિષ્ઠિત 'હોલ ઓફ ફેમ' માં સામેલ કર્યા છે. આ યાદીમાં ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન કેવિન પીટરસનનું નામ પણ જોડવામાં આવ્યું છે. ક્રિકેટની દુનિયામાં અસાધારણ પ્રદાન આપવા અને મોટી સિદ્ધિઓ હાંસલ કરવા બદલ આ ત્રણેય દિગ્ગજોને શનિવારે આ ખાસ સન્માનથી નવાજવામાં આવ્યા છે.

App Store

ભારતીય ક્રિકેટની તસવીર બદલનાર કેપ્ટન

સૌરવ ગાંગુલીને ભારતના એવા કેપ્ટન તરીકે યાદ કરવામાં આવે છે, જેણે ભારતીય ક્રિકેટની તસવીર અને ઈતિહાસ બંને બદલી નાખ્યા હતા. તેની આક્રમક કપ્તાની હેઠળ ભારતીય ટીમમાં જીતવાનો નવો આત્મવિશ્વાસ જાગ્યો હતો. એટલું જ નહીં, ગાંગુલીની આગેવાનીમાં ભારતીય ક્રિકેટને યુવરાજ સિંહ અને વિરેન્દ્ર સેહવાગ જેવા અસંખ્ય એવા યુવા હીરો મળ્યા, જેઓ આગળ જતાં ક્રિકેટ જગતના મહાન ખેલાડીઓ બન્યા.

મહિલા ક્રિકેટને નવી ઓળખ અપાવનાર અંજુમ ચોપરા

બીજી તરફ, અંજુમ ચોપરાને ભારતમાં મહિલા ક્રિકેટને આગળ ધપાવવા અને તેને લોકપ્રિય બનાવવા માટે ઓળખવામાં આવે છે. તે એવા સમયગાળામાં દેશ માટે રમી હતી, જ્યારે ભારતમાં મહિલા ક્રિકેટને એટલું મહત્ત્વ કે પ્રોત્સાહન નહતું આપવામાં આવતું. આવી પરિસ્થિતિઓમાં પણ અંજુમ ચોપરા જેવા ખેલાડીઓએ પોતાના શાનદાર પ્રદર્શનથી મહિલા ક્રિકેટને એક અલગ ઓળખ અપાવી હતી. આ સન્માન મળ્યા બાદ સૌરવ ગાંગુલી અને અંજુમ ચોપરા બંનેએ ICCનો આભાર માન્યો છે.

ઈંગ્લેન્ડના વિસ્ફોટક બેટર કેવિન પીટરસન પણ સામેલ

ઈંગ્લેન્ડ ક્રિકેટના ઈતિહાસમાં એક પ્રતિભાશાળી અને વિવાદાસ્પદ ખેલાડી તરીકે જાણીતો પૂર્વ કેપ્ટન કેવિન પીટરસન પણ આ યાદીમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યો છે. પીટરસને ઈંગ્લેન્ડ તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ 13,797 રન ફટકાર્યા છે. આ પ્રતિષ્ઠિત સન્માન મળવા બદલ પીટરસને પણ ખુશી વ્યક્ત કરી ICC પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.