VIDEO: અમદાવાદના ૧૦ કિમી વિસ્તારના ૧૯૫ ગામોએ હવે AMCને ચૂકવવો પડશે વ્હિકલ રોડ ટેક્સ
સોર્સ : gstv
અમદાવાદ આસપાસ રહેતા વાહનચાલકો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનદ્વારા હવે શહેરથી ૧૦ કિલોમીટરના અંતરમાં આવતા ૧૯૫ ગામો પાસેથી વિહિકલ રોડ ટેક્સ વસૂલવામાં આવશે. આ નવા નિયમ અંતર્ગત બારેજા, બારેજડી, ભાટ, થોળ, એનાસન, કણભા, કુંજાળ, તેલાવ, અસલાલી, રોપાળા અને ચાંગોદર સહિતના ૧૯૫ ગામોના લોકોને વિહિકલ ટેક્સ લાગુ પડશે. હવે જ્યારે પણ આ ગામોના વાહનો RTO પાસિંગ સમયે નોંધાશે, ત્યારે વાહનચાલકોએ ફરજિયાતપણે આ ટેક્સ ચૂકવવો પડશે. AMCના આ નિર્ણયથી કોર્પોરેશનને વાર્ષિક અંદાજીત ૧૨ કરોડ રૂપિયાની મસમોટી રેવન્યુ જનરેટ થશે, જેનો ઉપયોગ આગામી સમયમાં વિકાસકાર્યો માટે કરવામાં આવી શકે છે.

