VIDEO: લિફ્ટમાં ફસાતા 12 વર્ષના માસૂમે જીવ ગુમાવ્યો
સોર્સ : gstv
અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં આવેલી શાંતિ શુક્ર સોસાયટીમાં લિફ્ટ દુર્ઘટનામાં 12 વર્ષના માસૂમ બાળકને જીવ ખોવાનો વારો આવ્યો છે. શાળાએથી અભ્યાસ પૂરો કરીને ઘરે પરત ફરી રહેલા આ બાળકે ઉપરના માળે જવા માટે લિફ્ટનો ઉપયોગ કર્યો હતો. તે દરમિયાન અચાનક જ ટેકનિકલ ખામી સર્જાતાં લિફ્ટ ધડાકાભેર નીચે પછડાઈ હતી, જેમાં બાળકનું ગળું લિફ્ટ વચ્ચે ફસાઈ ગયું હતું. લિફ્ટમાં ગળું ફસાઈ જવાને કારણે ગંભીર ઈજાઓ પહોંચતાં માસૂમ બાળકે ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. અચાનક બનેલી આ ઘટનાથી સોસાયટીમાં અફરાતફરી અને આક્રંદનો માહોલ સર્જાયો હતો. આસપાસના રહીશો તુરંત મદદ માટે દોડી આવ્યા હતા, પરંતુ બાળકને બચાવી શકાયો ન હતો. એક હસતા-રમતા બાળકનું આ રીતે અકાળે અવસાન થતાં પરિવાર પર દુખનો પહાડ તૂટી પડ્યો છે.

