VIDEO: Ahmedabadમાં દેશવિરોધી ષડયંત્રનો પર્દાફાશ; સોશિયલ મીડિયા પર સક્રિય 12 સભ્યોનું ગ્રુપ ATSના રડારમાં
સોર્સ : GSTV
અમદાવાદમાં દેશવિરોધી કૃત્યમાં સંડોવાયેલા બે આરોપીઓની ધરપકડ બાદ ગુજરાત એટીએસ હવે એક્શન મોડમાં આવી છે અને આ મામલે અનેક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આરોપીઓ વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ પર 12 સભ્યો ધરાવતા એક સોશિયલ મીડિયા ગ્રુપમાં સક્રિય હતા, જેના પગલે એટીએસએ આ તમામ સભ્યોની કુંડળી ખંગાળવાની સાથે તેમના પર કડક વોચ ગોઠવી છે. આરોપીઓ પાસેથી મળી આવેલા વાંધાજનક સાહિત્યના મૂળ સુધી પહોંચવા માટે ઊંડી તપાસ શરૂ કરવામાં આવી છે. જેમાં આગામી દિવસોમાં આ ગ્રુપ સાથે જોડાયેલા અન્ય શંકાસ્પદ લોકોની ધરપકડ થવાની પણ પ્રબળ શક્યતા છે.

