VIDEO: Ahmedabadમાં પોસ્ટલ બેલેટમાં ગોલમાલના આક્ષેપ; મનીષ દોશીએ ભાજપ-RSS અને ચૂંટણી પંચ પર કર્યા આકરા પ્રહાર
સોર્સ : GSTV
અમદાવાદમાં પોસ્ટલ બેલેટ દ્વારા થતા મતદાનમાં ગેરરીતિના આક્ષેપો સાથે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ભાજપ અને ચૂંટણી પંચ પર આકરા પ્રહારો કર્યા છે. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, બાપુનગરમાં અધિકારીઓની ગેરહાજરીમાં પોસ્ટલ બેલેટથી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી હતી, જે અંગે કોંગ્રેસે ગત 15 એપ્રિલે જ રાજ્ય ચૂંટણી પંચને લેખિતમાં રજૂઆત કરી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે રાજ્યના મોટાભાગના હોમગાર્ડ કમાન્ડન્ટ ભાજપ અને RSS સાથે સીધા સંકળાયેલા છે, જેનો ઉપયોગ ભાજપ હવે ચૂંટણીમાં ગોલમાલ કરવા માટે કરી રહ્યું છે. કોંગ્રેસે માંગ કરી છે કે આ ગેરરીતિ માટે જવાબદારો સામે તાત્કાલિક કડક પગલાં લેવામાં આવે અને ભાજપ RSS માનસિકતા ધરાવતા હોમગાર્ડ કમાન્ડન્ટને ચૂંટણી પ્રક્રિયાથી તાત્કાલિક દૂર કરવામાં આવે.

