Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Be it Latif or his associates, strict action taken against all of them under BJP rule

VIDEO: Ahmedabadમાં હર્ષ સંઘવીનો હુંકાર: લતીફ હોય કે તેના સાગરિતો, ભાજપના શાસનમાં તમામ સામે થઈ કડક કાર્યવાહી

Timeછેલ્લું અપડેટ : 22 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો પ્રચાર તેજ બની રહ્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી શહેરના વિવિધ વિસ્તારોમાં ચૂંટણી સભા કરી રહ્યા છે. દરિયાપુર, ખાડિયા અને લાંભા સહિત ત્રણ વોર્ડમાં સભાઓ યોજાઈ. દરિયાપુરના ઘીકાંટા રોડ પરથી પ્રચારની શરૂઆત થઈ, જ્યાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા. હર્ષ સંઘવીએ દરિયાપુરની દેશભક્તિ અને સાંસ્કૃતિક વારસાની પ્રશંસા કરતા કહ્યું કે દરિયાપુર માત્ર વિસ્તાર નહીં પરંતુ નાગરિકોના હૃદય સમાન છે. શહેરને ક્યારેક અબ્દુલ લતીફના નામ સાથે ઓળખવામાં આવતું હતું, ભાજપના શાસનમાં લતીફ હોય કે તેના સાગરિતો બધા સામે કાયદેસરની કાર્યવાહી કરી તેમને કાબૂમાં લેવાયા છે. 

App Store