VIDEO: Ahmedabadમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ કાર્યકર પર હુમલો થયો હોવાની ફરિયાદ, પોલીસે હાથ ધરી તપાસ
સોર્સ : GSTV
અમદાવાદ શહેરના શહેરકોટડા વિસ્તારમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ કાર્યકર પર હુમલો થયો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના એક કાર્યકરે તેના પર હુમલો તથા ધમકીઓ આપવાના આક્ષેપ કર્યા છે.
ધીરજ રાઠોડ અન્ય કાર્યકરો સાથે ઈન્ડિયા કોલોની વિસ્તારમાં ઘેર-ઘેર જઈને પ્રચાર કરી રહ્યા હતા, ત્યારે હસમુખભાઈ રમેશભાઈ વોરા ઉર્ફે કાલુ ગુલાબીએ વિરોધ કર્યો અને પ્રચાર ન કરવા અને તરત જ ત્યાંથી નીકળી જવા કહ્યું. દરમિયાન બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને કાલુ ગુલાબીએ ધીરજ રાઠોડને માર માર્યો હોવાનો આક્ષેપ થયો છે. શહેર કોટડા પોલીસે ફરિયાદ નોંધી કેસની વધુ તપાસ હાથ ધરી છે.

