VIDEO: આસો નવરાત્રીના પ્રારંભે પાવાગઢ ખાતે ભક્તોનું ઘોડાપૂર, માતાજીની પવિત્ર જ્યોત લઈ જવાની અનોખી પરંપરા
સોર્સ : gstv
આસો નવરાત્રીના શુભ પ્રારંભ સાથે જ યાત્રાધામ પાવાગઢ ખાતે માઇભક્તોનું ભારે ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. પ્રથમ નોરતે મંગળા આરતી બાદ એક લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કાલિકા માતાજીના દર્શનનો લ્હાવો લીધો હતો. આ વર્ષે પાવાગઢથી માતાજીની પવિત્ર જ્યોત પોતાના ઘર અને ગામ સુધી લઈ જવાનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અગાઉ મધ્યપ્રદેશ અને છત્તીસગઢના ભક્તોમાં પ્રચલિત આ પરંપરા હવે રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાતના વિવિધ ગામોમાં પણ પ્રસરી છે. છેલ્લા ચાર દિવસમાં અંદાજે ૧૫ લાખ ભક્તો માતાજીની જ્યોત સાથે લઈ ગયા છે. તળેટીના ૫૧ ગામોના લોકો એકઠા થઈ ડુંગર પરથી જ્યોત લાવીને ચાચર ચોકમાં પ્રગટાવી ગરબે ઘૂમશે, જે પરંપરા ભવિષ્યમાં પણ જાળવી રાખવાનો નિર્ણય કરાયો છે.

