VIDEO: સુરતના સચિનમાં હોસ્પિટલ ઉપરના મકાનમાં આગ લાગતા આસપાસના વિસ્તારમાં દોડધામ
સોર્સ : gstv
સુરતના સચિન વિસ્તારમાં આવેલી A to Z હોસ્પિટલની ઉપરના મકાનના ટોપ ફ્લોર પર અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. મકાનમાંથી આગની વિકરાળ જ્વાળાઓ અને ધુમાડાના ગોટા નીકળતા દેખાતાં જ આસપાસના સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને દોડધામનો માહોલ સર્જાયો હતો. ઘટના અંગે જાણ થતાં જ ફાયર બ્રિગેડની ૫ ગાડીઓ તત્કાલ સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાની સઘન કામગીરી હાથ ધરી હતી. આ સાથે જ સચિન પોલીસની ટીમ પણ સુરક્ષા વ્યવસ્થા જાળવવા ઘટનાસ્થળે દોડી આવી હતી. પ્રાથમિક તપાસ મુજબ આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું સામે આવ્યું છે. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી.

