Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત : 70 sons and 64 daughters are born every hour in Gujarat

Gujaratમાં દર કલાકે 70 દીકરા અને 64 દીકરીઓનો જન્મ, અમદાવાદ અને સુરત મોખરે

Timeછેલ્લું અપડેટ : 28 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Gujaratમાં દર કલાકે 70 દીકરા અને 64 દીકરીઓનો જન્મ, અમદાવાદ અને સુરત મોખરે
સોર્સ : GSTV

ગુજરાતમાં એક વર્ષમાં 11,76,320 બાળકોનો જન્મ થયો છે. જેમાં 6,16,051 દીકરા અને 5,60,437 દીકરીઓનો સમાવેશ થાય છે. આ સ્થિતિએ ગુજરાતમાં પ્રતિ કલાકે સરેરાશ 134 બાળકો જન્મે છે. જન્મ લેતાં આ બાળકોમાં 53 ટકા દીકરાઓનો અને 47 ટકા દીકરીનો સમાવેશ થાય છે. એટલું જ નહીં, ગુજરાતમાં પ્રતિ કલાકે સરેરાશ 70 દીકરા અને 64 દીકરી જન્મ લે છે. 

App Store

એક વર્ષમાં કયા જિલ્લામાં સૌથી વધુ બાળકોના જન્મ 

જિલ્લો  કુલ બાળક બાળકી 
અમદાવાદ  1,26,974  66,787  60,180
સુરત  99,470  53,665  45,804
બનાસકાંઠા   80,446  41,578  38,867
દાહોદ  72,637  37,976   34,658
રાજકોટ  63,167   33,547   29,618
વડોદરા  49,752   25,909   23,839
કચ્છ  45,340   23,393   21,946
ભાવનગર  44,739   23,495   21,243
આણંદ  39,436   20,574   18,861
મહેસાણા  36,405   19,065    17,339
સાબરકાંઠા   39,295    18,973    17,322
ખેડા  34,209    17,664    16,543

2023માં પ્રતિ 1 હજાર પુરુષે ગામડામાં 931 અને શહેરમાં 903 મહિલાનો જન્મ થયો 

વર્ષ 2023માં 6,16,651 બાળકો અને 5,60,434 બાળકીઓનો જન્મ થયો હતો. જેમાં શહેરમાં 4.68 લાખ-ગામડામાં 1.47 લાખ દીકરા અને શહેરમાં 4.23 લાખ-ગામડામાં 1.37 લાખ દીકરીઓના જન્મનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં છેલ્લા 10 વર્ષમાં જન્મેલા બાળકો

વર્ષ   જન્મ
2023  11,76,320
2022  11,26, 522
2021  10,21,362
2020  11,03,241
2019  11,73,759
2018  11,68,516
2017   11,56,114
2016   12,09,551
2015    12,30,679
2014    12,32,243

સૌથી વઘુ બાળકોના જન્મમાં અમદાવાદ મોખરે

સૌથી વઘુ બાળકોના જન્મની વાત કરવામાં આવે તો તેમાં અમદાવાદ જિલ્લો મોખરે છે. અમદાવાદ જિલ્લામાં 66,787 બાળકો અને 60,180 બાળકીનો જન્મ થયો છે. બાળકોના સૌથી વધુ જન્મ થયા હોય તેવા જિલ્લામાં સુરત 99470 સાથે બીજા, બનાસકાંઠા 80446 સાથે ત્રીજા સ્થાને છે. સુરતમાં જન્મેલામાંથી 53665 દીકરા અને 45804 દીકરી સામેલ છે. આ સ્થિતિએ અમદાવાદમાં જન્મ લેતાં પ્રત્યેક 100માંથી 53 દીકરાઓ છે. 

ગુજરાતમાં પ્રતિ 1 હજાર પુરુષ સામે મહિલાઓનું પ્રમાણ 

વર્ષ  ગ્રામ્ય શહેરી 
2023   931 903 
2022   933 899
2021   932  900
2020   929 902
2019   917 894

સેક્સ રેશિયો મામલે ગામડાંની સ્થિતિ શહેર કરતાં સારી છે. શહેરમાં પ્રતિ 1 હજાર પુરૂષે 903 જ્યારે ગામડામાં 931 મહિલા હોવાનું સામે આવ્યું છે.

ગુજરાતમાં મહિલા પુરુષનો જન્મદર 

                                                ગ્રામ્ય                             શહેર                        
વર્ષ  બાળક બાળકી  બાળક બાળકી
2019  1,75,487   1,60,835    4,42,219   3,95,204
2020  1,65,772   1,53, 982    4,12,018   3,71,442
2021  1,47,476   1,37,432    3,87,667   3,48, 770
2022  1,59,820   1,49,072    4,30,568   3,87,044
2023  1,47,466   1,37,255    4,68,385    4,23,179