મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / જો ચીજ જીનકે પાસ કમ હોતી હૈ વો ઉસકે લિયે કિંમતી હોતી હૈ

- છલકાયે જામ ‘શક્તિ’, મુશિર રિયાઝ પ્રોડક્શન અને રમેશ સિપ્પી ડિરેક્શન ઓલ ટાઈમ ક્લાસિક અભિનયની

શતરંગ / જો ચીજ જીનકે પાસ કમ હોતી હૈ વો ઉસકે લિયે કિંમતી હોતી હૈ

- છલકાયે જામ

‘શક્તિ’,  મુશિર રિયાઝ પ્રોડક્શન અને રમેશ સિપ્પી ડિરેક્શન ઓલ ટાઈમ ક્લાસિક અભિનયની પાઠશાળા જેવી ફિલ્મ.

“ એ આસમાં બતા ક્યાં તુઝકો હૈ ખબર, એ મેરે ચાંદ કો કિસકી લગી નજર, મુજસે ન જાને કહા કોઈ ભૂલ હો ગયી !”

     1974માં એક બ્લોકબસ્ટર તમિલ ફિલ્મ બનેલી તામિલના સુપર્બ એકટર શિવાજી ગણેશન અને શ્રીકાંત, કે.આર.વિજયા સાથે ‘ થનગા પથક્કમ ‘ નામની, અને એ ફિલ્મ પરથી પ્રેરણા લઈને સલીમ જાવેદે ‘શક્તિ’ ફિલ્મની સ્ટોરી લખેલી. ‘શોલે’ પછી રમેશ સિપ્પીની ઈચ્છા હતી કે એક ફિલ્મ ‘મધર ઇન્ડિયા’ બરોબરીની બનાવવી અને આ સ્ટોરી રમેશ સિપ્પીને ગળે ઉતરી ગઈ અને આ ફિલ્મ બનાવવા માટે એમણે દિલીપકુમારને સાઈન કર્યા અને નીતુ સિંઘ સાથે રાજબબ્બરને રોલ મળ્યા પણ ફિલ્મ બને એ પહેલાં જ હિરોઇન નીતુ સિંઘ ઋષિકપૂર સાથે લગ્ન કરી ઠરીઠામ થઈ ગઈ અને ફિલ્મ કરવાનો ઈન્કાર કર્યો, અને ફક્ત દિલીપકુમારના નામથી ફિલ્મ પૂરતા પૈસા કમાઈ નહીં શકે એવું કહીને વિતરકો એ કોઈ ચલણી નામ ફિલ્મમાં લેવાનું રમેશ સિપ્પીને સૂચન કર્યું અને કોઈકે અમિતાભ બચ્ચનનું નામ સૂચવ્યું અને રમેશ સિપ્પીએ અમિતાભ બચ્ચનનો સંપર્ક કર્યો. અમિતાભ બચ્ચન તરત જ તૈયાર થઈ ગયા પોતાનાં ગુરુ સમાન મહાન એકટર દિલીપકુમાર સાથે સિનેમાનો પરદો શેર કરવા મળતો હતો એટલે ! અમિતાભ-રેખાની જોડી સુપરહિટ હતી પણ અમિતાભ એ કાળમાં પોતાના પરિવારને જાળવી લેવા માટે રેખા સાથે કામ કરવા તૈયાર નહોતા અને એમણે પોતાની હિરોઇન તરીકે સ્મિતા પાટીલનું નામ સૂચવ્યું અને એ માન્ય રહ્યું.

     મુશિર રિયાઝ નામના માતબર પ્રોડ્યુસર રમેશ સિપ્પીની આ મહાન સ્વપ્ન સમી ફિલ્મમાં રોકાણ કરવા તૈયાર થઈ ગયા. આ મુશિર રિયાઝની જોડીની પણ એક દિલચસ્પ કહાની છે. મુશિર આલમ કાનપુરથી આવેલા મુંબઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માં અને મહંમદ રિયાઝ કલકતાથી આવેલા, કોઈ કાળે બન્ને એકઠા થઇ ગયા અને અનેક હિન્દી ફિલ્મો પ્રોડ્યુસ કરી, જેવી કે, સફર, બૈરાગ, રાજપૂત, મહેબૂબા, અકેલા, વિરાસત વગેરે.

     ‘શક્તિ’ફિલ્મનું જબરદસ્ત મૂહર્ત કરવામાં આવ્યું 1977માં પણ રમેશ સિપ્પીની ‘શાન’ ફિલ્મને કારણે આ ફિલ્મ મુર્હત પછી ઉભી રહી ગઈ. રાખી ગુલઝાર દિલીપકુમારની પત્ની અને અમિતાભ બચ્ચનની મા ની ભૂમિકા કરવા ફક્ત એટલા માટે જ તૈયાર થઈ ગઈ કે એને દિલીપકુમાર સાથે એક્ટિંગ કરવાની તક મળતી હતી ! જોકે આ ફિલ્મ પછી ‘લાવારિસ’ ફિલ્મમાં પણ રાખી ગુલઝારે અમિતાભની મા ની ભૂમિકા સ્વીકારી પણ બન્યું એવું કે ‘લાવારિસ’ ફિલ્મ ‘શક્તિ’ કરતા એક વરસ પહેલાં 1981માં રિલીઝ થઈ ગઈ ! રાખી ગુલઝાર અને દિલીપકુમાર તથા રાખી ગુલઝાર અને અમિતાભ બચ્ચનની અભિનયની જુગલબંદી ખૂબ સરસ રીતે ફિલ્માવી છે અને સ્મિતા પાટીલ ભૂમિકાને યોગ્ય ન્યાય આપી જાય છે.

     ‘શક્તિ’ ફિલ્મનું શૂટિંગ 1980માં શરૂ થયું ફિલ્મના મુહૂર્ત ના ત્રણ વરસ પછી! અને આ દરમિયાનમાં એવું બન્યું કે  એક તેલગુ ફિલ્મ એન.ટી.રામારાવ અને શ્રીદેવી સાથે આ જ સ્ટોરી પરથી બની અને સુપરહિટ થઈ અને એ ફિલ્મની રિમેક તરીકે જીતેન્દ્ર એ કે.રાઘેન્દ્ર રાવ સાથે ફટાફટ ‘ફર્ઝ ઔર કાનૂન’ નામની ફિલ્મ બનાવી નાખી અને એ ફિલ્મ પણ ‘શક્તિ’ સાથે જ 1982માં રિલીઝ થઈ અને સુપરહિટ રહી ! ફર્ઝ ઔર કાનૂન કમાણીની રીતે ‘શક્તિ’ કરતા આગળ રહી!

     ‘શક્તિ’ ફિલ્મની એક એક ફ્રેમ ગંભીર છે તો કંઈક હળવાશ, કોમેડી એવું હોવું જોઈએ એવું સૂચન ખુદ દિલીપકુમાર એ રમેશ સિપ્પીને કર્યું પણ રમેશ સિપ્પી પોતાના સ્વપ્ન સાથે જરા પણ છેડછાડ કરવા નહોતા માંગતા, અરે રમેશ સિપ્પી તો પોતાની ‘શક્તિ’ ફિલ્મમાં એક પણ ગીત રાખવા માટે પણ તૈયાર નહોતા! એ તો સલીમ જાવેદના અતિ આગ્રહને કારણે આર.ડી.બર્મનને લઈને ફિલ્મમાં માંગી થી એક દુઆ જો કબૂલ હો ગયી... જાને કૈસે કબ કહા ઈકરાર હો ગયા...હમને સનમ કો ખત લિખા... જેવા ગીતો સામેલ કરવામાં આવ્યા ! બહુ ઓછા સંવાદો પણ દરેક સંવાદ યાદગાર જેવા કે...

     ‘આજ મેં એક બાપ કી હેસિયત સે તુમ્હે સમજા રહા હું, કલ એક પુલીસ અફસર કી હેસિયત સે મેં તુમ સે કોઈ રિવાયત ન કર શકુંગા ન કોઈ હમદર્દી.’

     ‘વિજય, તુમ્હારે સોચને કે તરીકે પર મુજે અફસોસ હોતા હૈ, અફસોસ હી નહીં શર્મ આતી હૈ મુજે.’

     ‘અગલી બાર તુમ એક બાપ સે મિલોગે યા એક પુલીસ અફસર સે ઉસકા ફેસલાં તુમ્હે ખુદ કરના હૈ.’

     ‘મેરે બાપને દો શાદીયા કી હૈ, એક મેરી મા કે સાથ ઔર એક અપની નોકરી કે સાથ.’

     અમિતાભ બચ્ચન એંગ્રીયંગમેનની ભૂમિકામાં અને ફિલ્મમાં અંતે મરી જવાનો માતબર રોલ, એ ઉપરાંત ‘અમર અકબર એન્થની’ પછી પ્રોડ્યુસરો અમિતાભ પાસે એક શરાબી સિક્વન્સ કરાવવાનો આગ્રહ રાખતા અને આ ફિલ્મમાં પણ શરાબી સિક્વન્સ સામેલ કરી, આ બધાનો ટોટલ મારો તો આખી ફિલ્મ અમિતાભ બચ્ચનની જ થઈ જવી જોઈએ પણ, પણ... સામે હિન્દી ફિલ્મના વન એન્ડ ઓન્લી દિલીપકુમાર હતા !

આ ફિલ્મ બાપ દીકરા ના સબંધો માં કેવી તિરાડ ઉદભવે છે તેવા સંજોગો ઉપર બનાવેલી છે જેમાં કોણ સાચું છે તે કહેવું મુશ્કેલ બને તેવા પ્રસંગો ઊભા કર્યા છે

    અભિનય ની બાબત માં એકબીજા ને ટક્કર આપે તેવો અભિનય આ બંન્ને મહાન કલાકારે કર્યો છે તેમાં પણ બહુ ઓછાં સવાંદો અને સંવાદ વગર પણ ફક્ત એક્ટિંગના જોર ઉપર કલાકારી કરી છે.

     ‘શક્તિ’ ફિલ્મમાં કોઈ સંવાદ વગરના અદભુત સીન રમેશ સિપ્પીએ અમિતાભ દિલીપના ફિલ્માવેલા છે, કેવળ અભિનય ! દિલીપકુમાર જ્યારે અપરાધીના અડ્ડા પર રેડ કરે છે ત્યારે એક દરવાજો લાત મારીને ખોલે છે અને સામે બારીમાંથી પિસ્તોલ ચલાવતો અમિતાભ બ્લેક શર્ટ પહેરેલો સ્લો મોશનમાં પિસ્તોલ દરવાજા તરફ ફેરવે છે અને સામે દિલીપને જોઈને તેના હાથમાંથી પિસ્તોલ ધીમેકથી સરકી પડે છે ! જ્યારે રાખી ગુજરી જાય છે ત્યારે અમિતાભ જેલમાંથી પોલીસ ગાડીમાં ઘરે આવે છે અને રાખીના શબ પાસે બેઠેલા દિલીપના હાથ પર હાથ મૂકે છે ! અમિતાભ અને દિલીપની સખત અભિનય ટક્કર બાંદ્રા બેન્ડ સ્ટેન્ડના દરિયા કિનારાના બાપ-દીકરાનાં સીનમાં છે !

     ‘શક્તિ’ ફિલ્મ રિલીઝ થવાની હતી એ વખતે જ એના એક પ્રોડ્યુસર મુશિર આલમનું મુંબઈના આમીર ઝાદા કે આલમ ઝેબ નામના અપરાધી અપહરણ કરી ગયેલા અને 25 લાખની રકમ મુશિરને છોડવા માંગેલી, મહંમદ રિયાઝ એ રકમ ચૂકવવા પણ તૈયાર થઈ ગયેલા ત્યારે મુંબઈ પોલીસે ગઝબની ઝડપ દાખવી અપહરકારને દબોચી લીધેલા અને મુશિરની મુક્તિ કરાવેલી !

     1982ના વર્ષમાં કમાણીની રીતે ‘વિધાતા’ પહેલા નંબર પર હતી અને મહાન રાજકપૂર ની ‘પ્રેમરોગ’ બીજા નંબરે હતી,અમિતાભની ‘નમક હલાલ’ ત્રીજા નંબરે રહેલી અને રમેશ સિપ્પીની સ્વપ્ન સમી ફિલ્મ ‘શક્તિ’ સેમી હિટ જ થયેલ ! પણ ‘શક્તિ’ બેસ્ટ ફિલ્મનો એવોર્ડ જીતી ગઈ અને દિલીપકુમાર બેસ્ટ એક્ટરનો, દિલીપકુમાર અને અમિતાભ બચ્ચન બન્ને એક્ટરોને બેસ્ટ એકટર માટે નોમિનેશન મળેલું ! સલીમ જાવેદ બેસ્ટ પટકથા એવોર્ડ મેળવી ગયા અને બેસ્ટ સાઉન્ડ એડીટિંગનો એવોર્ડ પણ ‘શક્તિ’ના પી.હરિકિશન લઈ ગયા !

     આજ સુધીની હિન્દી ફિલ્મોમાં ક્લાસિક ફિલ્મોની ગણતરી થાય ત્યારે અચૂક ‘શક્તિ’ ફિલ્મનો સમાવેશ થાય જ છે.

- હકીમ રંગવાલા

આ સમાચાર શેર કરો