મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / વેબ સિરીઝ: હુકમનો એક્કો!

- સિંગલ સ્ક્રિન મસ્કાબન: ગુજરાતીઓ માટે રેસ્ટોરન્ટ બંધ થઇ જાય કે છાપું-મેગેઝિન બંધ થઇ જાય, બંને સરખું જ છે!

શતરંગ / વેબ સિરીઝ: હુકમનો એક્કો!

- સિંગલ સ્ક્રિન

મસ્કાબન: ગુજરાતીઓ માટે રેસ્ટોરન્ટ બંધ થઇ જાય કે છાપું-મેગેઝિન બંધ થઇ જાય, બંને સરખું જ છે! કોઈ ફર્ક નહિ પડતાં!

આજકલ મોન્સુન ઔર ફૉગ કે અલાવા ઔર ક્યા ચલ રહા હૈ? વેબ સિરીઝ, વેબ સિરીઝ, વેબ સિરીઝ!

• વેબ સિરીઝ શું છે?

વેબ સિરીઝ એટલે આમ સર્જકને ફિલ્મ બનાવતાં વિચાર આવે કે  સાલું પન્નો ટુંકો પડે છે, ન તો ગજવામાં પૈસા છે એટલા કે ન તો કોઈ પ્રોડ્યુશર તૈયાર થાય એમછે! લેકિન, પરેશાની નક્કો! અમેઝોન પ્રાઈમ વિડીયો, યુ ટ્યુબ, નેટફ્લિક્સ, ઝી 5, જિયો સિનેમા, ઇરોસ નાઉ અને અલ્ટ બાલાજી જેવા પ્લેટફોર્મ આજકાલ લોકોને પીવીઆરનાં પોપકૉર્ન અને ગર્લફ્રેન્ડની કિસ કરતાં પણ વધુ ગમે છે!

વેબ સિરીઝની સાથે એક નવો શબ્દ કોઈન થયો છે અને એ છે, બિન્જ વૉચ! કોઈ સિરીઝ કે ફિલ્મને સળંગ લાંબા સમય સુધી જોઈએ એને બિન્જ વૉચકહેવાય! એમ તો હું મારી ગલીમાં રહેતી એક છોકરીને પણ તાકીને જોઉં છું તો એ બિન્જ વૉચ કહેવાય કે નહિ!
 
• વેબ સિરીઝ પોપ્યુલર કેમ છે? શું શા પૈસા ચાર!

ભાઈ ગુજરાતી ફિલ્મ બનાવવા જેટલા પૈસામાં ચકાચક વેબ સિરીઝ બની જાય છે! સ્ક્રિન પ્લે એકદમ બોલચાલની ભાષામાં અને સ્પોન્સરશિપ અને પ્રોડક્ટ પ્લેસમેન્ટથી પૈસા મળે એ નફામાં! અલ્ટીમેટલી પબ્લિક ખુશ થવી જોઈએ! તમે જ કહો 'રિશ્તા વહી સોચ નયી' જોઈ જોઈને કપાળ કેટલી વાર ફૂટેલું છે? રિમોટ હાથમાં આવે છે? ફોન તો છે ને! પાંચ-છ ઇંચનો મોબાઈલ સ્ક્રિન એ પાંચ ઇંચની બીજી એવી ગમતી વસ્તુ છે!

• સેક્સ એન્ડ ધ સિટી, ઘી છે તો ઘપાઘપ છે!

ફેશન ટીવી જોવા કેટલા ઉજાગરા કરતાં, એક ટોપલેસ છોકરી જોવા મળી જાય, ભાઈ સાબ!! વેબ સિરીઝમાં ફ્રેન્કલી સ્પિકીંગ, હોલિવુડ મુવિઝને કોમ્પ્લેક્સ આવી જાય એવા બેડરૂમ સીન આવે છે! રસિકા દુગ્ગલ, શ્વેતા ત્રિપાઠી, રાજશ્રી દેશપાંડે અને સુરવીન ચાવલા, હિરોઈન કોઈ પણ હોય, બસ અહીં સેક્સ જ સેક્સ છે! કામદેવનો વારસો તો વેબ સિરીઝ એ જ જાળવ્યો છે! મેન્સ વર્લ્ડ, સેક્રેડ ગેમ્સ અને હમણાં આવેલી મિર્ઝાપુરમાં સેક્સ સીનની ભરમાર છે! કેટલાક સંગઠનોને આમાં પણ ભારતીય સંસ્કૃતિ જોખમમાં દેખાયેલી અને બેન કરવાની માંગણી પણ થયેલી! પણ થેન્ક્સ ટુ ગવર્નમેન્ટ, હજુ અહીં સેન્સરશિપ નથી આવી! રામગોપાલવર્માની ગન્સ એન્ડ થાઇઝનું ટ્રેલર જોઈને જ કેટલાય વડીલોને શિલાજીત - રિવાઇટલ લેવાની ઈચ્છા થઇ ગયેલી!

• અમારે ત્યાં તદ્દન તાજી વસ્તુ મળશે!

લગ્ન પ્રસંગનાં ઓર્ડર પર પુરતું ધ્યાન અપાશે! કોર્પોરેટ વર્લ્ડની માયાજાળ, નાઇન્ટીઝનાં દાયકાની લાઈફ, ઉત્તર પ્રદેશની દબંગાઈ, લિવ ઈન રિલેશનશિપ્સ, લગ્ન થી એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ સુધીનો બધો જ તાજો ઘાણવો ગરમાગરમ ઉતરી રહ્યો છે! તમે શું લેવાનું પસંદ કરશો?

• ગંદી બાત, ગંદી ગંદી ગંદી ગંદી બાત!

વેબ સિરીઝ જોઈને સૌથી પહેલા ગાર્ગલ કરી ઠંડા પાણીએ નહાઈ લેવું હિતાવહ છે! મા-બેનની વિવિધ વરાયટી ગાળો સાંભળી તમે પણ એટલા ટેવાઈ જાવ છો કે તમને પણ ગાળો ગમવા લાગે! ગરમ મસાલાની જેમ હેતકની ગાળો નાંખવાથી વેબસીરીઝ જોતી વખતે ક્યારેક પાનનાં ગલ્લે ઉભા હોઈએ એવું લાગે તો ક્યારેક ગાળો થી આપણા મનની ભડાસ પણ નીકળી જાય છે! વેબસિરીઝનો ભાષાવૈભવ સુરતીઓને પણ શરમ આવી જાય એવો છે!

• સસ્તું ભાડું અને સિદ્ધપુરની જાત્રા!

શરૂઆતમાં જયારે પર્મેનૅન્ટ રૂમમેટ્સ અને પિચર્સ આવી ત્યારે એક એપિસોડ માત્ર 20 થી 30 લાખમાં બની જતો કારણકે એપિસોડમાં જ પ્રોડક્ટ પ્લેસમેન્ટ અને બ્રાન્ડિંગ કરીને ખર્ચો નીકળી જતો, ધીમે ધીમે સ્પોન્સર મળતા ગયા અને ગાડી આગળ ચાલતી ગઈ! 100 થી 500 કરોડની ફિલ્મ બનાવીને અંતે 'ઝીરો' જ બનવાની હોય તો પછી આ વેબસિરીઝ શું ખોટી?! શું કહેવું ગુડ્ડુ પંડિત?

• ફ્રી એક્ટર્સ રોજગાર યોજના!

સુમિત વ્યાસ, આહના કમરા, અંગિરા ધાર, અમોલ પરાશર, નવિન કસ્તુરીયા, શ્રેયા ધન્વન્તરિ, ધ્રુવ સેહગલ, મિથિલા પાલકર જેવા સ્ટાર્સ એ વેબસીરીઝની જ દેન છે! ઑલ્ટ બાલાજી અને વુટ જેવા પ્લેટફોર્મથી જ હજુ પણ માહી ગિલ કે સાકીબ સલીમ જેવાઓને રોજગારી મળે છે! વેબસિરીઝમાં પૈસા આવી રહ્યા છે અને પરફોર્મન્સની તાકાત પૈસા કરતા વધુ છે, ઈન્વર્સ ટુ હિન્દી ફિલ્મ્સ!

• સિર્ફ ત્રિવેદી બચેગા!  

સેક્રેડ ગેમ્સ, મિર્ઝાપુર, મેઇડ ઈન હેવન, સ્કેમ 1992, સ્કુપ, ફેમિલી મેન, મહારાણી,  અપહરણ અને હવે રંગાબાઝ, એક જ થીમ પર આવેલી વેબ સિરીઝ, કે પછી પિચર્સ-પર્મેમેનેન્ટ રૂમ મેટ્સ કે મેન્સ વર્લ્ડ જેવી અર્બન વેબ સિરીઝ એ જ આવનારું ભવિષ્ય છે! વેબસિરીઝનો નશો લિવ ઈન રિલેશનશિપ જેવો છે જેમાં મજા બધી લગ્ન વાળી છે પણ જવાબદારીઓ એન્ગેજમેન્ટ જેટલી પણ નથી! અને તો પણ ફિલ્મ કરતાં લોકો ધીમે ધીમે વેબ સિરીઝ તરફ ઢળી રહ્યા છે! આવું જ ચાલ્યું તો આવનારા વર્ષોમાં તો 'સિર્ફ ત્રિવેદી બચેગા!' મિર્ઝાપુર શુક્રવારે રિલીઝ થાય છે અને સેઈમ દિવસે લોકો જોઈલે છે, અને કલ્કિ જોવા થિયેટર સુધી કોઈ લાંબુ નથી થતું!

ડેઝર્ટ: સમય એવો ચાલી રહ્યો છે કે રિવ્યુઅર્સ ફિલ્મો કે વૅબ સિરીઝ જોયા વગર જ એનાં રિવ્યુઝ લખી રહ્યા છે અને સામાન્ય લોકો શુક્રવારે જ વેબ સિરીઝ જોઈ નાંખે છે! 

- ભાવિન અધ્યારુ

આ સમાચાર શેર કરો