મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

સાડી, ગોગલ્સ અને સ્પોર્ટ્સ શૂઝ: 75 વર્ષની ઉંમરે જેસીબી અને ક્રેન દોડાવતી 'ડ્રાઈવિંગ અમ્મા'ની અદભુત કહાની!

વામાવિશ્વ-અનુરાધા દેરાસરી અંગ્રેજીમાં બહુ જાણીતી કહેવત છે : 'એજ ઇઝ જસ્ટ

સાડી, ગોગલ્સ અને સ્પોર્ટ્સ શૂઝ: 75 વર્ષની ઉંમરે જેસીબી અને ક્રેન દોડાવતી 'ડ્રાઈવિંગ અમ્મા'ની અદભુત કહાની!
આ સમાચાર સાંભળો

વામાવિશ્વ-અનુરાધા દેરાસરી

અંગ્રેજીમાં બહુ જાણીતી કહેવત છે : 'એજ ઇઝ જસ્ટ અ નંબર' ભારતીય ઘણી પેજથ્રી મહિલાઓ તો, આ કહેવત સાચી ઠેરવે જ છે, પરંતુ ઘણી સામાન્ય મહિલાઓ, તેમાં પણ સીનીયર સીટીઝન મહિલાઓ પણ આ કહેવતને હકારાત્મક બળ પૂરું પાડે છે.

રાધામની અમ્મામાંથી તેઓ ૭૫ વર્ષે આટલા કાર્યરત રહી ડ્રાઈવીંગ અમ્માનું બીરુદ મેળવી શક્યા છે તે પાછળ, તેમની પોતાની જીવનફીલોસોફી જવાબદાર બની છે.

ડ્રાઈવર્મ્માની જીવન ફીલોસોફી તેમના જ શબ્દોમાં 'તમારા જીવનરથના કૃષ્ણ સારથી તમે પોતે જ છો. ઉંમર અને જાતિને સપનાઓની સફળતા સાથે કોઈ લેવાદેવા નથી. તમારું દ્રઢમનોબળ, જીવનમાં આવતા ગમે તેવા મુશ્કેલીના બુલડોઝરને જાતે ચલાવી શકે છે.'

બસ એટલું જ યાદ રાખો : જીવન ચલને કા નામ, ચલતે રહો સુબહ શામ, ઓર કરતે રહો અપને સપનોંકા કામ.

જીવનના રોડ પર પણ ક્યારેક અટકી પણ જવાય. તો રોડ પર વાહન અટકે અને મીકેનીક બોલાવી વાહન રીપેર કરી આગળ વધો છો, તેવી જ રીતે જીવનના રોડ પર અટકો તો જાતે જ મીકેનીક બની, મુશ્કેલીના વાહનને રીપેર કરી આગળ વધો.

ડ્રાઈવર મની અમ્માની ડ્રાઈવિંગ પેશનની વાત શરૂ થાય છે તેમના લગ્ન પછી શરૂઆતમાં તો તેઓ સાદા સીધા ગામડાની સ્ત્રી હતા, જેની ઉંમર થતા લગ્ન થયું. પતિની નાની ટ્રાન્સપોર્ટ કંપની તેમાં મનીઅમ્મા, નાનું મોટું કામ કરે. ક્યારેક વાહનની નાની મરામ્મત પણ કરે. આ કામો કરતાં તેમને રોડ પર વાહનો ચલાવવાની પેશન જાગી. પતિએ તેમાં પ્રેરણાના સૂર પુરાવ્યા.

સૌ પ્રથમ ડ્રાઈવિંગ અમ્માએ ૧૯૮૧માં બે પૈડાવાળા વાહન સ્કુટરનું લાયસન્સ લીધું અને રોજ સ્કુટર ચલાવવા માંડયું. તેમાંથી તેમને રોડ પર વાહન ચલાવવાનો શોખ જાગ્યો. તેમને ભારે વાહન ચલાવવાની પેશન જાગી. પતિએ તેમાં પણ પ્રેરણાના સૂર પૂરાવ્યા. અને ૧૯૮૪માં તેમણે ભારે બો એસટીનું લાયસન્સ લીધું અને કોચીથી થોડા અંતરોમાં બસ ચલાવવા માંડી.

આ સફળતાએ તેમનામાં, ભારેમાં ભારે વાહનોનાં લાયસન્સ લેવાની, ભૂખ જગાડી. આ જીવનના રોડ પર તેઓ પોતાના જ સારથી બનીને આગળ વધી રહ્યા હતા તે જીવનમાં વળાંક આવ્યો. તેમના પતિનું અચાનક અવસાન થયું.

આ જીવનના વળાંકની સાથે હારીને બેસવાને બદલે રાધામની ડ્રાઈવીંગ અમ્માએ પોતે પણ વળાંક લીધો. પતિની નાની ટ્રાન્સપોર્ટ કંપનીને સંભાળી લીધી. 

રોડ પરના ભારે વાહનો ચલાવવા તેમની પેશન તો હતી જ આથી, ટ્રાન્સપોર્ટ કંપનીના કામ સાથે, તેઓએ ભારે વાહનોના લાયસન્સ મેળવવાની પોતાની કામગીરી ચાલુ રાખી.

સાદી ગામડાની સ્ત્રી, ભારતીય સાડીનો પહેરવેશ પગમાં ટેનીસશૂઝ એન આંખે ગોગલ્સ પહેરેલા મનીઅમ્માએ બસના લાયસન્સ પછી લોરીનું લાયસન્સ લીધું. પછી ૪૦૦૦ કીલો વજન ધરાવતા ફ્લીપ્ટ, ૭૫૦૦ કીલો વાળું જેસીબી, ૨૦ હજાર કીલોવાળી ક્રેનનું લાયસન્સ અને છેલ્લે ૨૦૧૪માં હેમીડસ કેમીકલ્સ, કચરો લઇ જતા ભારે વાહનનું લાયસન્સ મેળવ્યું. આ વખતે તેમની ઉંમર ૭૨ વર્ષની હતી અને આ ૧૧મું લાયસન્સ હતું. લગભગ આખા ભારરતમાં, એક મહિલા પાસે સાદા વાહનથી માંડી ભારે વાહન સુધીના ૧૧ લાયસન્સ રાધામની અમ્મા પાસે જ હોઈ શકે. એટલું જ નહિ તેમણે દુબઈના રોડ પર રોલ્સ રોડ ઘોસ્ટ ગાડી પણ ચલાવી તે પણ ભારતીય સાડીના સાદા પહેરવેશમાં જ બસ ભારરત અને વિશ્વના લોકો તેમને ડ્રાઈવીંગ અમ્માનું બીરુદ આપ્યું.

ડ્રાઈવીંગ અમ્માએ રોડ પર ભારે વાહનોના લાયસન્સ સુધીની સફળતાનો રસ્તો તો કાપ્યો, પરંતુ પોતાની નાની ટ્રાન્સપોર્ટ કંપનીમાં ભારે વાહનોની પણ ટ્રેનીંગ આપવાનું શરૂ કર્યું અને વાહનચાલક સાથે, શિક્ષિકા પણ બન્યા.

મનીઅમ્મા ભારે વાહનોમાં ટ્રક, ટ્રોલી, કેન, બુલડોઝર, જેબીએસ વગેરે ભારેમાં ભારે વાહનો ચલાવતા શીખવાડે છે. ડ્રાઈવીંગ અમ્માએ ભારે વાહનો ચલાવવા માટેનો પોતાની ડ્રાઈવીંગ સ્કુલોમાં આખો કોર્સ તૈયાર કર્યો છે. જેમાં શરૂઆતમાં રોડ પરની શિસ્ત, અને એકાગ્રતા કેટલા જરૂરી છે તે શીખવાડે છે.પછી કોઈપણ વાહન ચલાવો, તેમાં ખાસ કરીને ભારે વાહનો ચલાવો ત્યારે મનની શાંતિ ખૂબ જરૂરી છે તે શીખવાડે છે. એક નાની ચૂક ભયંકર અકસ્માત સર્જી શકે છે પછી રોડ સાઈનો વિષે શીખવાડે છે. લગભગ બધી જ રોડ એજ્યુકેટ થીયરી અને પ્રેક્ટીકલ શીખવાડે છે.

જીવનમાં આગળ વધવું તે જવાબદારી મહિલાની પોતાની છે. ઉંમર અને જાતિ કોઈપણ નવી શરૂઆત કરવા માટે ક્યારેક વચ્ચે આવતા નથી.

આ સમાચાર શેર કરો