શતરંગ / સ્ટેન્ડ અપ કોમેડી: કન્ટેન્ટ ઈઝ કિંગ!
- સિંગલ સ્ક્રિન મસ્કાબન: एक अख़बार हूँ औक़ात ही क्या मेरी मगर...शहर में आग लगाने के लिए काफ़ी हूँ... - र

- સિંગલ સ્ક્રિન
મસ્કાબન:
एक अख़बार हूँ औक़ात ही क्या मेरी मगर...
शहर में आग लगाने के लिए काफ़ी हूँ...
- राहत इंदौरी
આજે કેટલાક ચુનંદા સ્ટેન્ડ અપ આર્ટિસ્ટ અને પરંપરાગત આર્ટિસ્ટની વાત કરવી છે. ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જની લાસ્ટ સિઝનથી લાઇમ લાઇટમાં આવેલા ઝાકિર ખાનની જ વાત લઇ લો! એણે શરૂઆતમાં AIB સાથે કેટલાક વિડિયોઝ કર્યા અને એ પછી પાછું વળીને નથી જોયું! ઝાકીર ખાનનો ફ્રેઝ 'સખ્ત લોન્ડા' એટલે કે એવો છોકરો જે છુછા જેવી દેખાતી છોકરીઓનાં બહેકાવમાં નથી આવી જતો અને સખ્ત રહે છે! પોતાનાં પર સેલ્ફ કંટ્રોલ રાખે છે. ઝાકિર ખાન મુળ ઈન્દોરનો અને ધીમે ધીમે આ કોલેજ ડ્રોપ આઉટે તરખાટ મચાવ્યો, 'ચાચા વિધાયક હૈ હમારે', 'હક સે સિંગલ' અને લેટેસ્ટ શો 'કક્ષા ગ્યારવી' સુપર ડુપર હિટ છે! યુ ટ્યુબ યુગમાં મિલિયન્સમાં સફળતા મપાય છે. ઝાકિર ખાન ગુટખાના પેકેટથી ટોસ કરવાની વાત કરે છે, કૉ એજ્યુકેશન અને બોયઝ ઓન્લી સ્કૂલની વાત માંડે છે, ક્યારેક સસ્તા બનિયાન-અન્ડરવિયર તો ક્યારેક નેતાઓની ખટિયા ખડી કરે છે!વિર દાસ બીજો એવો વિરલો છે જે છેલ્લા થોડા વર્ષોમાં નેશનલ જ નહિ પણ ઇન્ટરનેશનલ લેવલે સિક્કો જમાવ્યો છે! વિર દાસ એ કરિયર તો વિડીયો જોકી (ઝૂમ ટીવીમાં અગોની અંકલ) થી શરુ કરેલી પણ પોતાની ડહાપણની દાઢ વધુ ખીલી અને નસીબે સાથ આપતાં એ પુર બહારમાં ખીલ્યો! વિયર્ડ ઍસ વિર દાસ થી શરુ કરીને 'હસમુખ', 'બ્રોડ અન્ડરસ્ટેન્ડિંગ' અને નેટફ્લિક્સ પર જ આવેલો 'લૂઝિંગ ઈટ' સટાયરનો બાપ છે! અમિત શાહ, નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી પરનાં એનાં કટાક્ષ સાંભળીને ભક્તોને મણ મણનાં મરચા લાગે છે!
વરુણ ગ્રોવર આમ તો મસાન, ગેંગઝ ઓફ વાઝેપુર અને દમ લગાકે હૈસા જેવી ફિલ્મોનાં હટકે ગીતો લખવા માટે વધુ જાણીતો પણ એની એસિડિક જબાનથી એ દેશની વર્તમાન સ્થિતિ પર એવી એવી મજાક કરે છે કે તમને સહન કરવું મુશ્કેલ થઇ જાય! પદ્માવતિ થી ઇન્ડિયન આઉટરેજ જેવી એની ગેગ્સ પર ફિદા થઇ જઈએ! અમિત શાહ અને મોદી પ્રત્યે એને ખાસ 'પ્રેમ' છે! આ સિવાય આપણે ત્યાં મનન દેસાઈ, ચિરાયુ મિસ્ત્રી, ઓજસ રાવલ જેવા સિતારાઓ પણ ચમક્યા છે પણ મનન દેસાઈ મોટેભાગે ગાળોનો સહારો લે છે યા તો દરેક ફિલ્મોનું ગુજ્જુ વરઝ્ન પૂરતાં સીમિત રહ્યા છે! ઓજસ માઈલ્ડ છે, તો ચિરાયુ ખીલે છે! આર જે સ્મિત પંડ્યા હવે એક્ટર અને સ્ટેન્ડ અપ કોમેડી પણ કરે છે, એમનું પાત્ર કિશોર કાકા ખાસ્સું લોકપ્રિય છે!
અદિતિ મિત્તલ અને મલ્લિકા દુઆ જેવી છોકરીઓ પણ સારી ગેગ્સ કરે છે અને ગર્લ્સનાં વિષયો જેમકે પીરિયડ્સ થી પ્રેગ્નન્સી અને રિલેશનશિપ થી બ્રેક અપ મેઇક અપ સુધી ટચ કરે છે! તન્મય ભટ્ટ અને ગુરસીમરન ખમ્ભા પણ ગાળોનો સહારો લે છે પણ ક્યારેક વલ્ગારિટીની હદ પર કરી દે છે.સૌરભ પંત અને અભિજીત ગાંગુલીનાં ઇન્ડિયન્સ કેવી રીતે કોન્ડોમ ખરીદે વાળા ગેગ્સ પણ લાજવાબ હોય છે. અનમોલ ગર્ગ એટલે કે કોર્પોરેટ બાબાજી એ તો કોર્પોરેટ વર્લ્ડ હ્યુમર નામની આખી એક અલગ ઝોનરા વિકસાવી છે! બીજી તરફ ઇન્સ્ટાગ્રામ રીલ્સ પણ સૌથી વધુ હ્યુમર વાળી જ જોવાય છે!
સામે છેડે ટ્રેડિશનલ હાસ્યકારો જેવા કે સાંઈરામ દવે, વસંત પરેશ, જીતેન્દ્ર ઠક્કર, સ્વ. કિરીટ વ્યાસ, મિલન ત્રિવેદી, જગદીશ ત્રિવેદી, ધીરૃભાઈ સરવૈયા, જીતુભાઇ દ્વારકાવાળા, જય ચનીયારા વગેરે વર્ષોથી હિટ છે અને ખુબ સંભળાય છે, વખણાય છે! એ લોકો મોટેભાગે ગુજરાતી ક્લચર, ગુજરાતી-કાઠિયાવાડી ભેદરેખા, કાઠિયાવાડી લહેકો અને સુરતી લહેકો, મિમિક્રી, તાજેતરનાં ગીતોને વખોડવા, નકલ કરવી, સ્ત્રીઓની બુદ્ધિ, પત્ની અને ગર્લફ્રેન્ડ વગેરે પર હાસ્ય ક્રિયેટ કરે છે પણ વચ્ચે વચ્ચે મા-બાપને સાચવો જેવા મેસેજ નાંખી સમાજ સેવા કરતા હોય એવું વધારે લાગે, કોમેડીમાં વચ્ચે શાયરી અને ગંભીર ઉપદેશો રંગમાં ભંગ પાડે છે! દિનકર મેહતાનાં એડલ્ટ જૉક પણ ખુબ લોકપ્રિય છે અને આજે પણ લોકો લેપટોપમાં એને સાંભળે છે! હેન્ડ્સ ફ્રી ભરાવીને!
આ ફિલ્ડમાં હજુ પુષ્કળ સ્કૉપ છે! એક શૉ નાં 2000 થી લઈને 10 લાખ રૂપિયા મળે છે અને પ્યોર મેરિટ અને ક્રાઉડ પુલિંગ કેપેસિટી પર મળે છે એનો આનંદ છે! ગાળોનો અતિરેક ક્યારેક ન ગમે પણ ન્યુ એજ સ્ટેન્ડ અપ કોમેડીની ફ્લેવર લાજવાબ છે! આવવા દો વહાલા, સ્ટ્રેસને હસી નાંખવામાં જ મજા છે!
ડેઝર્ટ:
सिरहाने रखी हुई है दो बातें
जो कहूंगी एक दिन तुमसे
रोज़ रियाज़ करती हुं
मन में दोहरा के
कभी चुप हो जाती हूं
तो कभी तुम्हारी दो बातें भी मैं ही बोल लेती हुं - संजना - ભાવિન અધ્યારુ








