શતરંગ / ગરદનનો દુઃખાવો : જાગૃતતા જરૂરી
ગરદનનો દુઃખાવો આજના સમયની સૌથી ચિંતાજનક સમસ્યા છે. જે નાના બાળકોથી લઈને મોટા વડીલો સુધી દરેક ઉંમરમાં જોવા મળે છે. જે થવા પા

ગરદનનો દુઃખાવો આજના સમયની સૌથી ચિંતાજનક સમસ્યા છે. જે નાના બાળકોથી લઈને મોટા વડીલો સુધી દરેક ઉંમરમાં જોવા મળે છે. જે થવા પાછળનું કારણ મોટા ભાગે તમારી રોજિંદી આદતો અને જીવન શૈલી જ કારણભૂત છે. આ દુઃખાવો થવાના ઘણા કારણો છે.
આ પણ વાંચો:
- તકિયાની ઊંચી સાઈઝ અને વધુ પડતા પોચા તકિયા
- બેસવાની અયોગ્ય અવસ્થા
- લાંબા સમય સુધી કોમ્પ્યુટરનો ઉપયોગ
- વધુ પડતી વાહનની મુસાફરી
- ભણવાની અયોગ્ય રીત
- મોબાઈલ પર લાંબા સમય સુધી થતી વાત
- વધુ પડતુ વજન ઊંચકવું
1) તકિયાની સાઈઝ
ઘણા લોકોને બે તકિયા રાખીને સુવાની કે ટીવી જોવાની આદત હોય છે. જેનાથી તમારા ગરદનના સ્નાયુ ખૂબ જ તણાવમાં રહે છે અને એના લીધે તમને ગરદનનો દુઃખાવો થઈ શકે છે.
★તકિયાની નરમાશ:
તકિયો વધુ પડતો પોચો લેવાથી તમારી ગરદનના મણકાને પૂરે પૂરો સપોર્ટ નથી મળતો જેના લીધે તમારે હાથ માથા નીચે રાખી સૂવું પડે છે. જે તમારા ગરદન અને ખભા બંને માટે નુકસાનકારક છે. તકિયો ખૂબ નરમ કે ખૂબ કડક ના હોવો જોઈએ.
2) અયોગ્ય અવસ્થા
★ફોરવર્ડ નેક પોશ્ચર:
મોટા ભાગના લોકોની ગરદન આગળની તરફ હોય છે જેથી પાછળના સ્નાયુ સતત ખેંચાયેલા રહેવાના લીધે નબળા પડી જાય છે. જે ગરદનના દુ:ખાવાનું મુખ્ય કારણ છે. હંમેશા કાન અને ખભાનો ભાગ એક જ સીધી લીટીમાં હોવો જોઈએ.
3) લાંબા સમય સુધી કોમ્પ્યુટરનો ઉપયોગ
અત્યારની આધુનિક જીવન શૈલી અને કોર્પોરેટની દુનિયામાં કોમ્પ્યુટર અને ટેબલેટ પર બેસીને જ સતત કલાકો સુધી કામ કરવાનું હોય છે. વિદ્યાર્થીઓને ઓનલાઇન ભણવામાં પણ કોમ્પ્યુટરનો ઉપયોગ ખૂબ જ થાય છે. જ્યારે ગરદન સતત એક જ ધારી સ્થિતિમાં રહે છેત્યારે તેના સ્નાયુનાં ઓવર યુઝના કારણે ઘસારો ખૂબ જનાની વયમાં આવી જાય છે. એટલા માટે દરઅડધા કલાકે કોમ્પ્યુટરની સ્ક્રીન સામેથી બ્રેક લેવો જોઈએ.
4) વધુ પડતી વાહનોની મુસાફરી
બસ, સ્કૂટર, કાર કે ફ્લાઇટમાં વારંવાર મુસાફરી કરવાથી તમારા ગરદનને અનુકૂળ સ્થિતિમાં આરામ મળતો નથી. વારંવાર બસ, રિક્ષામાં આવતા ઝટકાથી પણ ગરદનની ગાદીને અસર થાય છે. જેનાથી ગરદનના મણકાની પાસે આવેલા નસો પર દબાણ આવે છે.
5) ભણવાની કે કામ કરવાની અયોગ્ય રીત
વધુ પડતુ નીચે જોઈને લખવાથી કે આર્ટવર્ક કરવાથી પણ ગરદન પર ખૂબ જ લોડ પડે છે જેના લીધે એના મુખ્ય સ્નાયુ ટ્રેપેઝિયસ સૂજી જાય છે જેના લીધે નાના બાળકોમાં પણ ગરદનનો દુઃખાવો જોવા મળે છે. ટેબલ અને ખુરશી પર બેસીને ભણવાની આદત પાડવી જોઈએ.
6) મોબાઈલ પર લાંબા સમય સુધી સતત વાત
અત્યારના આધુનિક જમાનામાં બધા જ લોકો કલાકો સુધી મોબાઈલમાં વ્યસ્ત હોય છે. મોબાઇલ કાન પર રાખી ગરદનને ઝુકાવી કલાકો સુધી વાત કરવાથી ગરદનના સ્નાયુમાં ખૂબ જ ઝડપથી સોજો આવી જાય છે. નીચે ગરદન ઝુકાવી મોબાઈલમાં ગેમ રમવાથી પણ ગરદનને નુકશાન થાયછે. મોબાઈલનો વધુ પડતો ઉપયોગ ટાળવો જોઈએ.
7) વધુ પડતુ વજન ઊંચકવું
ખભા પર ભારે બેગ કે પર્સ લાંબો સમય લટકાવી રાખવાથી પણ ગરદનના સ્નાયુ ખેંચાયેલા રહે છે. જેના લીધે પણ ગરદનનો અને ખભાનો દુઃખાવો થાય છે. તમારા બેગ કે પર્સનું વજન તમારા વજનના 10માં ભાગથી વધુ ના હોવું જોઈએ.
- ડૉ. મેઘા પટેલ (એમ.પી.ટી. ઓર્થો)








