મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / નક્ષત્ર સભા: આ વેકેશનમાં મુલાકાત લો, સિતારાઓની રોમાંચક દુનિયામાં

- જિજીવિષા નક્ષત્ર સભા : આ વેકેશન મુલાકાત લો, સિતારાઓની રોમાંચક દુનિય

શતરંગ / નક્ષત્ર સભા: આ વેકેશનમાં મુલાકાત લો, સિતારાઓની રોમાંચક દુનિયામાં

- જિજીવિષા

નક્ષત્ર સભા : આ વેકેશન મુલાકાત લો, સિતારાઓની રોમાંચક દુનિયામાં

     શુ તમે પ્રકૃતિ પ્રેમી છો? શુ તમે અવનવા પ્રવાસના શોખીન છો? કે તમે તમારા સાથીને ક્યારેય ચાંદ સિતારાની દુનિયામાં લઇ જવાના વચનો આપેલ છે? તો આ સ્થળ તમારા માટે પરફેક્ટ છે. હાં મિત્રો, ઉત્તરાખંડ સરકારની અનોખી પહેલથી, ભારતમાં શરૂ થવા જઈ રહ્યું છે, સૌપ્રથમ એસ્ટ્રો ટુરિઝમ. જ્યાં તમે ઉત્તરાખંડના અલગ અલગ પસંદ કરાયેલ સ્થળ પર માણી શકશો તારા અને ગ્રહોની અનોખી દુનિયા, સૂર્યોદયની રોમાંચક પળો તેમજ વિવિધ ટેલિસ્કોપ દ્વારા તેમની ગતિવિધિઓ.

     ઉત્તરાખંડ ટુરિઝમ ડેવલોપમેન્ટ બોર્ડે એક એસ્ટ્રો ટુરિઝમ કંપની સ્ટારસ્કેપ્સના સહયોગથી 'નક્ષત્ર સભા' દ્વારા ભારતમાં સૌથીપ્રથમ એસ્ટ્રોટુરિઝમ કેમ્પેન લોન્ચ કરેલું છે.

     આ અભિયાનની શરૂઆત જૂનમાં મસૂરીના જ્યોર્જ એવરેસ્ટ શિખર પર થવાની છે ત્યાર બાદ તે ઉત્તરાખંડના અન્ય શહેરો ઉતરકાશી, પિતોરગઢ,નૈનિતાલ,અને ચમૌલીમાં પણ યોજાશે.એટલું જ નહિ, વિધાર્થીઓ અને એસ્ટ્રોલોજીમાં ઉત્સુક લોકો માટે અહીં વેબિનાર તેમજ સેમિનારનું પણ આયોજન કરવામાં આવશે.

નક્ષત્ર સભામાં શું માણી શકાય?

     વિવિધ કદ અને રંગો ધરાવતા તારાઓના રહસ્યો, તેમની વધઘટ થતી રોશનીથી બનેલ અનોખી ઝગમગતી દુનિયામાં રોચક સફર અને પોલારીસ,સિરિયસ જેવા અનેક તારાઓને નરી આંખે જોવાનો યાદગાર અનુભવ તમે અહીં લઈ શકશો.

નવરત્નો

     આપણી સૂર્યમાળામાં કેટલાયે ગ્રહો આપણને ડાર્કસ્કાયમાં જોવા મળે છે.પણ આપણે ઓળખી શકતા નથી.બુધ,શુક્ર, મંગળ, ગુરુ તેમજ શનિ કેવી રીતે તેમની ભ્રમણ કક્ષામાં વધે છે.તે નરી આંખે અહીં માણી શકાય છે.

ચાંદો સૂરજ રમતાં'તા

     ચંદ્રમાની વધઘટ અને તેના અલગ અલગ તબક્કાઓનો અવિસ્મરણીય લ્હાવો અહીં ચૂકવા જેવો નથી.સૌર ઉર્જાના જીવંત તોફાનો અને તેમની ગતિવિધિઓ રુવાડા ઉભા કરી દેશે.આ ઉપરાંત અહીં આપણી મિલ્કી વે આકાશ ગંગા એમ તો નરી આંખે જોઈ શકાતી નથી,પરંતુ અહીં ડાર્ક સ્કાયના લીધે એમના પટ્ટાઓને આકાશમાં કમાન કરતાં જોઈ શકાય છે.અવકાશમાં ગેસ અને ધૂળના વાદળોથી બનેલી નિહારિકાઓનો, રંગબેરંગી નઝારો તમને મન્ત્રમુગ્ધ કરી શકે તેમ છે.

તારા મંડળ 

     સ્ટાર ક્લસ્ટર એટલે કે તારાઓના નાના મોટા જૂથો, જે ચોક્કસ ગુરુત્વાકર્ષણથી એકબીજા સાથે જોડાયેલ છે અને કેટલાયે તારાઓ જેમકે પ્લીએડ્સ તારાઓના છુટા જોડાણો અહીં સ્પષ્ટ જોઈ શકાશે.

તૂટતાં તારાઓની 'આતશબાજી' 

     દિવાળી પર તો દારૂગોળાની આતશબાજી આપણે કાયમ  માણીયે જ છીએ પણ જિંદગીમાં એક વાર ખુલ્લા આકાશ નીચે તૂટતાં તારાઓને નિહાળવા,એ કોઈ જીવંત દંતકથાથી ઓછું નહિ હોય. આ તૂટતાં તારાઓ હકીકતમાં એસ્ટ્રોઇડ અથવા ધૂમકેતુ હોય છે આવાં અનેક તૂટતાં તારાઓનો આહલાદક નજારો અહીં ડાર્કસ્કાયમાં ખૂબ જ સરસ જોવા મળે છે.ખાસ કરીને જયારે તેઓ પૃથ્વીની નજીકથી પસાર થાય છે. અને જયારે પૃથ્વી ધૂમકેતુઓ દ્વારા છોડવામાં આવેલ કાટમાળ માંથી પસાર થાય છે ત્યારે ઉલ્કાવર્ષા થાય છે.આ ઇવેન્ટ દરમ્યાન તમે અસંખ્ય ઉલ્કાઓ અને 'શટિંગ સ્ટાર્સ'ને આકાશમાં લહેરાતા જોઈ શકો છો.

નક્ષત્ર સભા

     અવકાશમાં વિવિધ તારાઓના જુથ જે વિવિધ આકૃતિઓ બનાવે છે જેને આપણે નક્ષત્ર તરીકે ઓળખીયે છીએ. ઓરિઓન, ઉર્સા મેજર અને કેસીઓપિયાનો જેવા ઘણા નક્ષત્રોનો અદ્ભૂત નજારો અવિસ્મરણીય બની રહેશે. સ્ટાર ગેઝિંગ, તારાઓ નીચે કેમ્પિંગ અને હાં,એસ્ટ્રોફૉટોગ્રાફી દ્વારા જિંદગીભરની યાદોનો કાફલો અહીંથી બાંધી શકો છો.

     ઉત્તરાખંડ રાજ્ય,દેશ વિદેશમાંથી અદ્ભૂત અવકાશીય સફર માટે લોકોને આમન્ત્રિત કરે છે.આટલું જ નહિ, આ આયોજન દ્વારા સ્થાનિક રહેવાસીઓ માટે તાલીમની તકો અને રોજગારના વિકલ્પો પુરા પાડે છે. 

     અહીં ટિકિટ તેમજ કેમ્પેનના અલગ અલગ પેકેજીસ ઉપલબ્ધ છે જેમાં તમે અનુકૂળતા મુજબ ટિકિટ લઇ શકો છો. જેમાં નાઈટ સ્ટે, એસ્ટ્રો કીટ, હિલ સુધી પહોંચાડવા વાહનો, ભોજન અને બધા જ ઇવેન્ટ તથા શૉ ની એક્સેસનો સમાવેશ થાય છે.

     જો તમે પ્રકૃતિના ખોળે અવકાશીય અદ્ભૂત સફર માણવા માંગતા હોય તો 'નક્ષત્ર સભા' તમારા માટે અનેરો લ્હાવો બની શકે છે, ઉપરાંત તમારા યુવા બાળકો માટે આ પ્રકારનું આયોજન અત્યંત પ્રેરણાદાયક બની રહેશે.

- જીજ્ઞા જોગીયા

આ સમાચાર શેર કરો