શતરંગ / અનાવૃત સ્ત્રીની આંખમાં જોતું પુરુષત્વ…
- એય, સાંભળે છે? સામે જ સાવ નગ્ન સુતેલી સુંદર યુવતીની આંખમાં અર્જુનની જેમ જોઈ રહેલો યુવાન એ પથ્થર થ

- એય, સાંભળે છે?
સામે જ સાવ નગ્ન સુતેલી સુંદર યુવતીની આંખમાં અર્જુનની જેમ જોઈ રહેલો યુવાન એ પથ્થર થઈ ગયેલી યુવતીને ભેદીને એના હૃદય સુધી પહોંચી જાય છે!
******
કેટલીક યુવતીઓનાં નગ્ન દેહ પર જાતભાતની વાનગીઓ પીરસાયેલી છે. ખાસ પ્રકારના પ્રકાશ અને સુગંધ વચ્ચે આસપાસ સૌ એ અનાવૃત દેહને જોતા જોતા વાનગીઓ ખાઈ રહ્યાં છે, કેટલાક શાલીન વ્યક્તિઓ છે. પણ અમુક અતિ ઉત્તેજિત વ્યક્તિઓ તો આ છોકરીઓના શરીર પરથી સીધા હોઠથી જ વાનગી પકડીને ખાઈ રહી રહ્યાં છે. આપસમાં ઇરોટિક કાનાફૂસી થઈ રહી છે. એડલ્ટ જોક ક્રેક થઈ રહ્યાં છે. છુપા ગંદા ઈશારા થઈ રહ્યા છે. કેટલાંકની તો આંખોમાં જ દેખાય છે એ સામે રહેલા આ અનાવૃત સ્ત્રી દેહને જ ખાઈ જવા માંગે છે!
મુંબઈની કોઈ મલ્ટીનેશનલમાં કંપનીમાં જોબ કરતા કેટલાક યુવાન દોસ્તો અહીં ઉત્તેજના અને કુતૂહલ વશ જમવા આવ્યાં છે. એમાંથી એક યુવાન સ્થિર ઊભો ઊભો હાથ ખાલી ટ્રે લઇને સુતેલી સુંદર અનાવૃત છોકરીની માત્ર આંખમાં જોઈ રહ્યો છે. જેમનો નગ્ન દેહ કોઈ ડીશ જેમ પુરુષો વચ્ચે ખુલ્લો પડયો છે એવી યુવતીઓ કોઈ જ શારીરિક હલન ચલન વિના, શ્વાસ લે છે કે નહિ એ પણ ખ્યાલ ન આવે એમ શાંત સુતેલી છે. પલક પણ ઝપકાવ્યા વિના છતને તાકી રહેતી યુવતીઓમાંથી એક યુવતીની આંખમાં અર્જુનની જેમ જોઈ રહેલો આ યુવાન એ પથ્થર થઈ ગયેલી યુવતીને ભેદીને એના હૃદય સુધી પહોંચી જાય છે!
******
જૂના સમયમાં જાપાનીઝ સમુરાઇ (યોદ્ધાઓ) જ્યારે યુદ્ધ જીતીને પાછા આવતા ત્યારે એમના સ્વાગતમાં સુંદર યુવતીઓનાં નગ્ન દેહ પર સ્વાદિષ્ટ વાનગીઓ પીરસવામાં આવતી. આ જાપાનીઝ ટ્રેડિશન ‘ન્યોતાઇમોરી-Nyotaimori’ નામથી જાણીતી છે. યુવતીઓનાં અનાવૃત દેહ પર જાપાનીઝ વાનગી Sushi પીરસવામાં આવતી હોવાથી ન્યોતાઇમોરીને Naked sushi પણ કહે છે. હવે હાલ તો કેટલાય કન્ટ્રીમાં પરમિશન સાથે આ ‘ન્યોતાઈમોરી’ને જાપાનીઝ ટ્રેડિશન તરીકે પ્રમોટ કરીને જાપાનીઝ રેસ્ટોરાંમાં આકર્ષણ બનાવવામાં આવે છે!
આ ન્યોતાઈમોરી મોડેલ બનવા માટે સુંદર યુવતીઓને વર્ષો સુધી શિસ્ત-સંયમ ભરી rigorous training માંથી પસાર થવાનું આવે છે. શ્વાસ લેવાથી લઈને આસપાસ કશું પણ બને એની અસર એના દેહ કે મન પર ન પડે એવું શાંત ચિત્ત ધારણ કરવાં સુધી તાલીમ હોય. એમના દેહ પર sushi પીરસતા પહેલા એમને ઔષધિઓ અને ફૂલોથી સ્નાન કરાવવામાં આવે, પછી એમના દેહને કપૂરનો ધૂપ આપવામાં આવે. એમને ઓર્ગેનિક મેકઅપ કરાવવામાં આવે. આ ન્યોતાઈમોરી ટ્રેડિશનમાં નગ્નતા છે, છતાં એ ખ્યાલ રાખવામાં આવે કે એમાં saxuality કે કામુકતા ન પ્રગટે.
******
ઈંડો- જાપાનીઝ કલ્ચરનાં આદાનપ્રદાન ભાગરૂપે આ એક જાપાનીઝ ફૂડ ફેસ્ટિવલ મુંબઈ આવે છે, એમાં naked sushi એટલે કે ન્યોતાઈમોરી મુખ્ય આકર્ષણ છે.
પેલા કેટલાક યુવાન દોસ્તો રોમાંચ અને ઉત્સાહ સાથે અહીં જમવા આવ્યા છે. એમાંથી એક યુવાન સ્થિર ઊભો સામે સુતેલી સુંદર અનાવૃત છોકરીની આંખમાં જોઈને વિચારી રહ્યો છે કે, “આ છોકરી કેટલી નિઃસહાય કે vulnerable સ્થિતિમાં અહીં આમ સૂતી છે અને હું એને comfort આપી શકવા કશું જ કરી શકું એમ નથી. હું આની વધુ જાણી શકું તો…એ સમજી શકું કે એના મનમાં શું ચાલે છે?”
‘Fuh se fantasy’ નામની વેબ સિરીઝની પહેલી સિઝનનો પહેલા એપિસોડની આ વાત છે જાણે કોઈ કલાસિક વાર્તા હોય એવી આ સ્ટોરીમાં આવું વિચારતો એ યુવાન બીજા દિવસે એકલો આવીને એ અનાવૃત સુતેલી યુવતીની આંખ પાસે આંખ લાવીને કહે છે કે, “હું તને વધુ જાણવા માંગુ છું, શું આપણે પછી મળી શકીએ!” ત્યાં ઉભેલા કર્મચારીઓ એને મોડેલ સાથે વાત કરવા મનાઈ કરે છે એટલે યુવાન આટલું કહીને જતો રહે છે. પણ પછી પેલી નિશ્ચેતન સૂતી હોય એવી યુવતી આંખ ઝપકાવે છે!
યુવાન ઘણી મહેનત કરીને આ મોડેલને મળે છે, એનું નામ ઇઝુમી છે. યુવાનનું નામ સુશીલ છે. ઇઝૂમી પોતાની વાનગી જેવું સુશીલ નામ સાંભળી મુક્ત મને હસી પડે છે. યુવાનને ઓલરેડી એક ગર્લફ્રેન્ડ છે, જે એની સાથે લીવ ઈનમાં રહે છે, પણ એ ભારે પઝેસિવ અને ટોક્સિક છે. એકબીજાની ભાષા પણ ન આવડતી હોવા છતાં થોડા જ દિવસોમાં સુશીલ અને ઈઝુમી બહુ સહજ રીતે નિકટ આવી જાય છે. શરીર સંબંધ બંધાય છે. સુશીલ ઈઝૂમી સાથે જીવન વિતાવવાનું નક્કી કરે છે અને ઇઝૂમીને જણાવે એ પહેલા જાપાનથી ઇઝુમીના પરિવારનો કોલ આવે છે. ઇઝુમી ઘણા મહિનાઓથી પરિવારથી દૂર છે હવે એને હવે બે જ દિવસમાં પરિવાર પાસે જવા મળવાનું છે, ઇઝૂમી અત્યંત ખુશ છે.
ઇઝુમી જાપાન જાય એ પહેલાંની રાત્રે સુશીલ નિશ્ચેતનની જેમ naked સુતેલી ઇઝુમી પાસે આવે છે. સાચા હૃદયથી પોતાના પ્રેમનો સ્વીકાર કરે છે, મોબાઈલમાં ટ્રાંસલેટરથી ઇઝૂમીના કાનમાં સંભળાવે છે. ઇઝુમીની બેઉ આંખો વહેવા લાગે છે.
હોંકારો:
આખરે સુશીલ બહાર નીકળવા જાય ત્યાં બધા જ વચ્ચે સુશિલને સાદ કરતી ઇઝુમી ઊભી થઈ જાય છે. ત્યારે મને રામના સ્પર્શે પથ્થરમાંથી જીવંત થઈ ઉઠેલ અહલ્યા યાદ આવે છે !
- કાનજી મકવાણા








