શતરંગ / મેંગો રાઈસ રેસીપી
- આહારની અનુરાગીની હેલો…..! ફૂડિઝ ઉનાળામાં રસ પુરી તો બૌ ખાઈ લીધા હવે થોડી કાચી કેરી નો પણ સ્વાદ લઈએ અહીં તમે

- આહારની અનુરાગીની
હેલો…..! ફૂડિઝ ઉનાળામાં રસ પુરી તો બૌ ખાઈ લીધા હવે થોડી કાચી કેરી નો પણ સ્વાદ લઈએ અહીં તમે સીઝનની કાચી કેરી ને યુનિક , છતાં સ્વાદિષ્ટ ઉપયોગ માટે કેવી રીતે લઇ શકો છો તે હું આજે તમારી સાથે શેર કરીશ . આ ઇઝી મેંગો રાઈસ બનાવવા - દક્ષિણ ભારતીય શૈલીના કાચી કેરીના ફ્રાઈડ રાઈસ , જે મસાલેદાર અને ટેમ્પર્ડ છે જસ્ટ ફોર એક્સટ્રા પંચ . આ મેંગો રાઈસ રેસીપી ટેન્ગી, વેગન, કંપફરટિંગ અને ફ્લેવર્સ થી લોડેડ છે. આ રાઈસ બોલ ટ્રાય કરશો પછી જ તમે સમજી શકશો હું શું કહેવા માંગુ છું.
મુખ્યત્વે, રાઈસ દક્ષિણ ભારતીયો અને બંગાળના લોકો માટે મુખ્ય ખોરાક છે. આ વિચાર કદાચ બદલાઈ રહ્યો છે, વધુને વધુ લોકો રાઈસ ની ઘણી હેલ્થી વેરાઇટિસ ખાવા માટે અનુકૂલન કરી રહ્યા છે, પરંતુ કેટલીક વાનગીઓ છે જે ટ્રેડિશનાલી બેસ્ટ રીતે બનાવવામાં આવે છે.
ઉપરાંત, જ્યારે ઇન્ડિયન ફૂડ ની વાત આવે છે, ત્યારે મને હોમલી ફલેવરફુલ રાઈસ સૌથી વધુ ગમે છે, જ્યારે તે તમામ સ્વાદો અને ટેક્સચર થી ભરપૂર હોય છે, જે રીતે તે હોવું જોઈએ. તે ફૂડ ને હેલ્દી અને હાર્ટ ટચિંગ પણ બનાવે છે.
આ મેંગો રાઈસ રેસીપી લીલી કાચી કેરીનો ઉપયોગ કરવાની મારી ફેવરિટ રીત માંની એક છે ..
મેંગો રાઈસ
આ મેંગો રાઈસ માં મજબૂત કાચી કેરી-નાળિયેરના મસાલા સાથે રાંધેલા ચોખા છે આ બંને નો ઉપયોગ કરવાની એક સામાન્ય રીત આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટકના દક્ષિણ ભારતીય રાજ્યોમાં છે.
આ ખાસ મેંગો રાઈસ રેસીપી ઇન્સ્પાયર્ડ છે કર્ણાટકના ફૂડ કલચર સાથે , જ્યાં તેને “માવિનાકયી ચિત્રાન્ના” તરીકે પણ ઓળખવામાં આવે છે.
અન્ય પ્રાદેશિક વાનગીઓ કે જે હું બનાવું છું, ખાસ કરીને કાચી કેરીઓ સાથે આંધ્ર શૈલીના મામિદિકાયા પપ્પુ અને આંધ્ર શૈલીના મેંગો રાઈસને મામિડિકાયા પુલિહોરા તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ મેંગો રાઈસ મારા ઘરે પ્રિય બનવાના ઘણા કારણો પૈકી એ છે કે તે એક સરળ રેસીપી હોવા ઉપરાંત, આ વાનગીમાં સ્વાદનું સુંદર સંતુલન છે - કેરી માંથી ખાટા પણું, તાજા નારિયેળ માંથી સૂક્ષ્મ મીઠાશ અને લાલ મરચાં માંથી સ્પાઈસીનેસ .
સરસવના દાણા,લીમડાના પાન અને હિંગ થી બનેલી ટેમ્પરિંગ સ્વાદમાં વધારો કરે છે અને તેને એકદમ ડિસાઇરેબલ બનાવે છે. દેખાવમાં આ રાઈસ રેગ્યુલર રાઈસ જેવા જ લાગશે પણ જેવું તમે એક બાઈટ લેશો ત્યારે તમે જણસો આ ફલેવરફુલ રાઈસ નો ટેસ્ટ લાંબા સમય સુધી રહે છે !
સામાન્ય રીતે, હું મારા કામકાજના લંચ દરમિયાન આ મેંગો રાઇસના બાઉલ નો સ્વાદ માણું છું, . પરંતુ તમે તેને ચિપ્સ, પાપડ સાથે અથવા દક્ષિણ ભારતીય ભોજનમાં સાઈડ ડિશ તરીકે સર્વ કરી શકો છો.
મેંગો રાઈસ બનાવવાની રીત
1. સૌથી પહેલા 1.5 કપ ચોખા ને 20 મિનિટ માટે પાણીમાં પલાળી રાખો. કોઈપણ નિયમિત ચોખાનો ઉપયોગ કરો. મેં ઓર્ગેનિક બાસમતી ચોખા નો ઉપયોગ કર્યો છે . 20 મિનિટ પછી ચોખાને કાઢી લો.
2. પછી, કુકર માં ચોખાને 2.5 કપ પાણી, ½ ચમચી મીઠું અને ½ ચમચી તેલ સાથે 2 સીટી વગાડી ને ફાસ્ટ ફ્લેમ પર કુક કરો .
તમે રાઈસ ને બીજા કોઈ વાસણમાં પણ રાંધી શકો છો. જો વાસણમાં રાંધતા હો, તો તમારે વધુ પાણી ઉમેરવાની જરૂર પડી શકે છે.
- કુકર ઠંડુ થાય , ત્યાર બાદ રાઈસ ને મોટી પ્લેટ અથવા ટ્રે પર ફેલાવો. બાજુ પર રાખો અને રાઈસ ને સંપૂર્ણપણે ઠંડુ થવા દો.
ઢાંકીને રાખો જેથી ચોખાના દાણા સુકાઈ ન જાય. રાંધેલા ચોખા ના દાણા અલગ હોવા જોઈએ.
મેં જે ચોખાનો ઉપયોગ કર્યો તે રાંધ્યા પછી ચીકણો થઈ ગયા હતા . જ્યારે ચોખાના દાણા ઠંડા થઈ ગયા, ત્યારે ચીકણાપણું કંઈક અંશે ઓછું થઈ ગયું. તેથી, ચોખાનો ઉપયોગ કરો જે ચીકણા ન હોય.
રાંધેલા ચોખા ને ઠંડક માટે પ્લેટમાં ફેલાવો.
- કેરીની પેસ્ટ બનાવો
- જ્યારે ચોખા રાંધતા હોય, ત્યારે 1 મોટી કાચી કેરી (250 ગ્રામ કેરી અથવા 1.5 કપ ઝીણી સમારેલી કાચી કેરી) ધોઈ, છોલી અને છીણી લો.
અહીં કેરીનું વજન મહત્વપૂર્ણ છે અને વજન કેરીની અંદરના બીજ પર આધાર રાખે છે. તેથી હું કપ ના માપનો ઉપયોગ કરવાનું સજેસ્ટ કરીશ.
એક બાઉલમાં કાચી કેરીને છોલીને સમારી લો
- ગ્રાઇન્ડર જારમાં, નીચે આપેલી સામગ્રી સાથે સમારેલી કેરી ઉમેરો:
3 થી 4 સૂકા લાલ મરચા
1 લીલું મરચું અથવા ½ થી 1 ચમચી સમારેલ
1 ચમચી સફેદ તલ
2 ચમચી મગફળી
½ કપ છીણેલું નારિયેળ
1 ચમચી પાઉડર અથવા છીણેલો ગોળ
જો તમારી પાસે સૂકા લાલ મરચાં નથી, તો લગભગ 2 થી 3 લીલા મરચા ઉમેરો . જો લાલ મરચા વધુ પડતા તીખા હોય , તો તેની માત્રાને 1 અથવા 2 કરો.
મેં કેરીની ખટાશ સંતુલિત કરવા માટે ગોળ ઉમેર્યો છે . ગોળની જગ્યાએ તમે સાકાર નો ઉપયોગ કરી શકો છો, પરંતુ સ્વાદ થોડો બદલાશે. જો તમારી પાસે ગોળ ન હોય તો સાકાર પણ યુઝ કરી શકો . .
ગ્રાઇન્ડર જાર માં ઝીણી સમારેલી કેરી, સૂકા લાલ મરચા, લીલા મરચાં, તલ, મગફળી(સીંગદાણા ), છીણેલું નારિયેળ અને પાવડર ગોળ એડ કરો .
- કોઈપણ પાણી ઉમેર્યા વિના, અર્ધ-ઝીણી (અધકચરું )પેસ્ટમાં પીસી લો. એકદમ ઝીણી અથવા ફાઈન પેસ્ટ બનાવશો નહીં. આ પેસ્ટ ને બાજુ પર રાખો.
- મેંગો રાઈસ બનાવવા
7. એક પેનમાં 3 ટેબલસ્પૂન તેલ ગરમ કરો અને તેમાં 3 થી 4 ટેબલસ્પૂન મગફળી ઉમેરો. હું આ સમયે મગફળી ઉમેરીશ જેથી તે સારી રીતે કુક થઇ જાય અને અંદર કોઈ કાચી ન રહે.
8. ધીમા તાપે, મગફળીને લગભગ 2 થી 3 મિનિટ સુધી અથવા તેનો રંગ બદલાય ત્યાં સુધી સાંતળો
9. પછી, મગફળીને પેનની બાજુઓ પર લાવો અને મધ્યમાં 1 ચમચી રાઈ ના દાણા ઉમેરો. રાઈ ના દાણાને તડતડ થવા દો.
તમે આ સ્ટેપ પર ચણાની દાળ અને અડદની દાળ પણ 1 ચમચી ઉમેરી શકો છો. જો તમે ચણાની દાળ અથવા અડદની દાળ ઉમેરી રહ્યા હોવ, તો તમે નેક્સટ સ્ટેપ પહેલા દાળ ને ગોલ્ડન થવા દો..
10. જ્યારે રાઈ દાણા તડકે, ત્યારે તેમાં 12 થી 15 કડીપતા (મીઠો લીમડો ) અને 1 કે 2 સૂકા લાલ મરચાં (અડધા કરી અને બીજ કાઢી લો ) ઉમેરો. લાલ મરચાનો રંગ બદલાય ત્યાં સુધી હલાવો અને સાંતળો.
11. પછી, એક ચપટી હિંગ અને ¼ ચમચી હળદર પાવડર ઉમેરો. હલાવો અને બરાબર મિક્સ કરો
12. હવે તેમાં કાચી કેરી-નારિયેળ-મસાલા ની પેસ્ટ ઉમેરો.
13. ઘણી વાર હલાવતા રહીને 3 થી 4 મિનિટ સુધી સ્લો થી મીડિયમ ફ્લેમ પર સાંતળો. મિશ્રણ ઘટ્ટ અને એક સાથે આવવું જોઈએ.
14. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો .
15. ફરીથી સારી રીતે મિક્સ કરો . સ્ટોવ ટોપ માંથી પેન દૂર કરો અને તેને કિચન ના કાઉંટર ટૉપ પર રાખો.
16. હવે, રાંધેલા ભાતમાં સાંતળેલી કાચી કેરી-નારિયેળ-મસાલા ની પેસ્ટ ઉમેરો. તમે બેચીસ માં અથવા એક જ સમયે પુરા રાઈસ મિક્સ કરી શકો છો. તમે મિક્સ કરવાનું શરૂ કરો તે પહેલાં રાઈસ રૂમ ટેમ્પરેચર પર હોવા જોઈએ.
17. હવે તમારા હાથ વડે અથવા સ્પેટુલા વડે રાઈસ ને કાચી કેરી-નાળિયેરના મસાલા સાથે હળવા હાથે મિક્સ કરો. મેં રાઈસ અને મસાલા બંનેને એક બાઉલમાં બેચીસ માં મિક્સ કર્યા છે.
તો રેડી છે મેંગો રાઈસ કોથમીર થી ગાર્નીશ કરી સર્વ કરો.
- મેંગો રાઈસ ને તળેલા પાપડ અથવા ચિપ્સ સાથે સર્વ કરી શકો છો . તમે થોડું દહીં અથવા અથાણાં સાથે પણ સર્વ કરી શકો છો.
સો ફૂડિઝ ટ્રાય કરો આ કર્ણાટક-શૈલીના માવિનાકયી ચિત્રાન્ના અથવા મેંગો રાઈસ જે ટેન્ગી કાચી કેરી, એરોમેટિક સ્પાઇસ , દાળ, ફ્લ્ફી રાઈસ એન મોર વેવિંગ ટુગેધર અ મેલેડી ઓફ ફ્લેવર્સ ધેટ ડાન્સ ઓન યોર ટેસ્ટ બડ…. જે તમારી પ્લેટ માં વાઇબ્રન્ટ રિફ્રેશિંગ ઝિંગ અને બર્સ્ટ ઓફ ફ્રેશનેસ એડ કરશે...
- પૂનમ રાજગોર








