મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / જાણો તમારા આવનારા અઠવાડીયા વિશે ટેરો કાર્ડ્સ દ્વારા

- ફ્યુચર ફ્રોમ ટેરો આપણને ખબર હોય કે આવનારું સપ્તાહ કેવું રહેશે તો પ્લાનિંગ કરવું સરળ થઇ

શતરંગ / જાણો તમારા આવનારા અઠવાડીયા વિશે ટેરો કાર્ડ્સ દ્વારા

- ફ્યુચર ફ્રોમ ટેરો

આપણને ખબર હોય કે આવનારું સપ્તાહ કેવું રહેશે તો પ્લાનિંગ કરવું સરળ થઇ જાય. એટલા માટે જ હવે દર સોમવારે ફ્યુચર ફ્રોમ ટેરો દ્વારા જાણો કે આ વીક હેલ્થ, કરિયર અને રિલેશનશિપની દ્રષ્ટિએ કેવું જશે અને ગાઈડન્સ શું છે.

જૂન 3 – જૂન 9

મેષ (એરિસ) માર્ચ 21-એપ્રિલ 19

હેલ્થ: (સપ્રેશન)

આ કાર્ડ જ્ન્નાવે છે કે, આ સપ્તાહે તમારી તબિયત ખૂબ સાચવવી. બોડી પેઈન, તાવ અથવા વાઈરલ ઇન્ફેકશન થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. વધુ પડતો સ્ટ્રેસ ના લેવો તેવી સલાહ કાર્ડ આપી રહ્યું છે.

કરિયર: (કરેજ)

ઘણા લાંબા સમયથી જે પ્રમોશન, ડિલ કે પ્રોજેક્ટ માટે રાહ જોઈ રહ્યા હોવ તે આ સપ્તાહે મળવાની શક્યતા કાર્ડ દર્શાવી રહ્યું છે. જેટલી મહેનત કરી હોય તેનાથી વધુ પરિણામ મળશે. અઘરો સમય ખૂબ જ જલદી પૂર્ણ થશે, જરૂર છે માત્ર હિંમત સાથે આગળ વધતા રહેવાની.

રિલેશનશિપ: (ચેન્જ)

આ સપ્તાહે તમારા ફ્રેન્ડસ અને ફેમિલી સાથેના સંબંધોના સમીકરણ બદલાઈ શકે છે. નવા મિત્રો બને તો જૂના છૂટી શકે છે. તમારા ગ્રહોના ફેરફારના કારણે તમારી રિલેશનશિપમાં ઘણા બદલાવ આવી શકે છે, જે સ્વીકારવા તૈયાર રહેવું.

વૃષભ (ટોરસ) એપ્રિલ 20 - મે 20

હેલ્થ: (લેટિંગ ગો)

કાર્ડ ઓફ લેટિંગ ગો જણાવે છે કે, આ સપ્તાહે ઇમોશનલ હેલ્થ પર વધારે ધ્યાન આપવાની જરૂર જણાશે. અન્ય લોકોના વિચારો કે વાતોના કારણે ઊંધ આવવામાં મુશ્કેલી થઇ શકે છે. લિક્વિડ ડાયટ પર વધુ ધ્યાન આપવું અને બહારનું જમવાનું ટાળવું.

કરિયર: (ઇનર વોઈઝ)

તમારા કરિયરના કોઈ પણ નિર્ણયો પોતાના અંતરમનની વાત સાંભળીને લેવાથી આ સપ્તાહે ફાયદો થશે. તમારા કલીગ સાથે તમારા બધા જ પ્લાનિંગ શેર કરવા નહિ. ટીમની વાત ધ્યાનથી સાંભળવી અને જ્યાં જરૂર લાગે ત્યાં જ પોતાનો ઓપિનિયન શોર્ટમાં આપવો.

રિલેશનશિપ: (સાયલન્સ)

આ કાર્ડ સ્પષ્ટપણે જણાવી રહ્યું છે કે, આ સપ્તાહે તમારા નજીકના લોકો સાથે વિવાદ થવાની શક્યતા જણાઈ રહી છે, તેવી પરિસ્થિતિમાં બને તેટલું મૌન રાખવું. તમારા પોતાના રીએક્શન પર રિફ્લેક્શન કરવું અને તેમાંથી શું શીખવાનું છે તે બાબત પર ધ્યાન આપવું.

મિથુન (જેમિની) મે 21- જૂન 21

હેલ્થ: (અન્ડરસ્ટેન્ડિંગ)

આ અઠવાડિયે તમારી હેલ્થ એવરેજ હોવાનું આ કાર્ડ જણાવે છે. જો કોઈ નવા હેલ્થ ગોલ્સ બનાવવા હોય કે પછી એકસરસાઈઝ શરુ કરવાનો પ્લાન હોય તો આ સપ્તાહે કરી શકાશે.

કરિયર: (ઇનોસન્સ)

આ કાર્ડ જણાવે છે કે, તમારા બોસનો કે સિનીયરનો સપોર્ટ કામમાં લેવાથી કામ સરળતાથી થઇ શકશે. તમારા કામમાં ખલેલ પહોંચાડવાનો પ્રયત્ન તમારા કલીગ કરી શકે છે તેવામાં તમારે ડીસ્ટર્બ થયા વિના સાચવીને પોતાનું કામ કરતા રહેવું.

રિલેશનશિપ: (મોરાલિટી)

તમારા મિત્રો કે પરિવારજનો પસ્રથી મદદ લેવાની જરૂર જણાય ત્યાં અવશ્ય લેવી તેમ આ કાર્ડ કહી રહ્યું છે. દરેક વ્યક્તિને ક્યારેક મદદની જરૂર પડે જ છે તે યાદ રાખવું. મદદ લેતા શરમાવું નહિ કે મદદ લેવી ખોટી છે તેવી માન્યતામાંથી બહાર આવીને પોતાના પ્રોબ્લેમ્સ મદદ લઈને સોલ્વ કરવા પર ફોકસ કરવું.

કર્ક (કેન્સર) જૂન 22 - જુલાઈ 22

હેલ્થ: (વી આર ધ વર્લ્ડ)

આ રાશિના જાતકો માટે આ સપ્તાહ હેલ્થ બાબતે ઘણું પોઝિટીવ હોવાનું કાર્ડ જણાવી રહ્યું છે. સેવન ચક્ર મેડીટેશન કરવાથી હેલ્થ વધુ બેલેન્સ્ડ બનશે.

કરિયર: (ગિલ્ટ)

પોતાના મનમાં જેટલા વર્ક રિલેટેડ બ્લોકેજ આવે છે તે બધા જ અન્ય લોકોના ઓપિનિયનના વિચારથી આવે છે. તમારી હેલ્પ તમારે જાતે જ કરવાની છે અને તે હેલ્પ કરવા માટે તમારા મનગમતા કામને પસંદ કરો અને આગળ વધો.

રિલેશનશિપ: (લેઝિનેસ)

આ સપ્તાહે તમારા નજીકના લોકોને ગ્રાન્ટેડ લઈને તેમની પર ધ્યાન નહિ આપી શકો તેવામાં સંબંધોમાં તિરાડ આવી શકે છે. પરિવાર, પાર્ટનર કે મિત્રો જેટલા લોકો તમને દરેક સમયે મદદ કરતા રહે છે તેમના યોગદાનનો આભાર માનવો.

સિંહ (લિયો) જુલાઈ 23 - ઓગસ્ટ 22

હેલ્થ: (ટર્નિંગ ઇન)

ઈમોશનલ ડીસ્ટર્બન્સના કારણે માથાનો દુઃખાવો થવાના ચાન્સીસ આ સપ્તાહે આ કાર્ડ જણાવી રહ્યું છે. માનસિક શાંતિ જાળવીને રાખવાથી હેલ્થ સારી રહે. મેડીટેશનથી ફાયદો જણાય.

કરિયર: (પ્રોજેક્શન્સ)

તમારા કરિયરની જે પણ સ્થિતિ છે તે સૌથી પહેલા તમારે જાતે સ્વીકારવી પડશે તે પછી જ ગ્રોથ માટે વિચારી શકશો. પર્સનલ પ્રોબ્લેમ્સના કારણે આ સપ્તાહે કામની કેપેસિટી થોડી ઓછી થતી જણાય.

રિલેશનશિપ: (ક્રિએટીવીટી)

આ સપ્તાહે તમારા સ્ત્રી પાત્રો સાથેના સંબંધો ખૂબ જ સારા થાય તેમ આ કાર્ડ કહે છે. તમારા મધર, સિસ્ટર, વાઈફ કે પછી સ્ત્રી મિત્ર પાસેથી તમારા પ્રોબ્લેમના સોલ્યુશન મળી જશે.

કન્યા (વર્ગો) ઓગસ્ટ 23 - સપ્ટેમ્બર 22

હેલ્થ: (ધ રિબેલ)

જૂની હેલ્થ પ્રોબ્લેમ્સમાંથી બહાર આવવા માટેના નવા ઉપાયો આ સપ્તાહે મળી શકે છે. પગની ઈજાથી સાચવવું. તમારા હેલ્થ ઈશ્યુઝ્માં તમે કેવી રીતે પોતાની કેર કરી તેનો અનુભવ અન્ય લોકો સાથે શેર કરવો.

કરિયર: (એક્સપિરીયન્સિંગ)

કરિયર બાબતે આ સપ્તાહ સામાન્ય રહેશે તેમ આ કાર્ડ જણાવે છે. તમારે જે પણ કરવાનું છે તે કરતા રહેવું, નવા પ્રયોગ કરવા હોય તો વધુ વિચાર્યા વિના કરવા તે અનુભવના આધારે ભવિષ્યનું પ્લાનિંગ કરવું.

રિલેશનશિપ: (એડવેન્ચર)

નવા સંબંધોમાં એક રોમાંચ હંમેશા હોય જ છે પણ આ સપ્તાહે એ રોમાંચની સાથે તકેદારી પણ રાખવાની છે. સામેની વ્યક્તિના ઈરાદા શું છે અને તમને તેનાથી કોઈ નુકસાન પહોંચી શકે તેમ છે તો તેનાથી કેવી રીતે બચવું તે બધી જ બાબતો પર ધ્યાન આપવું.

તુલા (લિબ્રા) સપ્ટેમ્બર 23 - ઓક્ટોબર 23

હેલ્થ: (નો-થિંગનેસ)

આ કરદ મુજબ આ સપ્તાહ આ રાશિના જાતકો માટે હેલ્થ બાબતે સામાન્ય જણાઈ રહ્યું છે. માઈગ્રેનના દર્દીઓએ ખાસ સાચવવું. ચક્કર આવવા, બ્લેક આઉટ થઇ જવું જેવી ઘટનાઓ બની શકે છે જેથી સાવધ રહેવું.

કરિયર: (ઇન્ટેનસિટી)

ખૂબ જ ઝડપથી કારકિર્દી આગળ વધતી આ સપ્તાહે જણાઈ રહી છે. નવી ડિલ ક્રેક થઇ શકે છે. ઘણા સમયથી જે પ્રોજેક્ટ પર કામ કરતા હોવ કે પછી નવા કામ માટે પ્લાનિંગ કરી રહ્યા હોવ તેમાં સફળતા મળી શકે છે.

રિલેશનશિપ: (કોમ્પ્રોમાઈઝ)

તમને નાં ગમતા લોકો સાથે સંબંધ જાળવવા માટે જરૂર પૂરતી વાત આ સપ્તાહે તમારે કરવી પડી શકે છે. જો કે, તમારા વેલ્યુઝ સાથે સમાધાન કરીને સંબંધ જાળવવા પડે તેમ હોય તેમાં પૂર્વ વિચાર કરવો અને તે પછી જ આગળ વધવું.

વૃશ્ચિક (સ્કોર્પિયો) ઓક્ટોબર 24 - નવેમ્બર 21

હેલ્થ: (મોરાલિટી)

કાર્ડ ઓફ મોરાલિટી આ સપ્તાહે હેલ્થ બાબતે ચેતવણી આપી રહ્યું છે કે, નાની બીમારી પણ આવે તો ડૉકટરને બતાવવું ખૂબ જ જરૂરી છે. આંખ, કાન, ગળા અને ગાયનેક રિલેટેડ બીમારીઓથી ખાસ સાચવવું પડશે.

કરિયર: (ધ માઈઝર)

આ સપ્તાહે આ રાશિના જાતકો એ પૈસા કરતા વધારે મહત્ત્વ પ્રોફેશનલ રિલેશનને આપવું તેમ આ કાર્ડ સૂચવી રહ્યું છે. અન્ય લોકોની મદદ દ્વારા તમે કરિયર પ્રોગ્રેસ કરી શકશો તે યાદ રાખીને જો કલીગ કે ટીમ સાથે સહકારભર્યું વર્તન રાખવું, તેમને મદદ કરવી અને સ્વાર્થી બનવું નહિ.

રિલેશનશિપ: (બિયોન્ડ ઇલ્યુઝન)

નજીકના લોકો સાથે ગેર સમજણના કારણે બિનજરૂરી વાદ વિવાદ સર્જાઈ શકે છે તેમ આ કાર્ડ કહી રહ્યું છે. કોઈ પણ બાબતે રીએક્શન આપતા પહેલા તે જાણી લેવું ખૂબ જરૂરી છે કે, તમે જે માની કે સમજી રહ્યા છો તે ભ્રમ છે કે હકીકત.

ધન (સેજિટેરિયસ) નવેમ્બર 22 - ડિસેમ્બર 21

હેલ્થ: (કમ્પેરિઝન)

હેલ્થ બાબતે આ અઠવાડિયું આ રાશિના જાતકો માટે થોડું નેગેટિવ જણાઈ રહ્યું છે. આ કાર્ડ કહે છે કે, ખુલ્લા પગે ઘાસમાં ચાલવાથી એસિડીટી કે ગેસ ઇશ્યુઝ ખાળી શકશો.

કરિયર: (ધ ડ્રીમ)

આ સપ્તાહે તમારા કામમાં તમારે રિયાલીસ્ટીક અપ્રોચ રાખીને આગળ વધવું પડશે. ઈમોશનલ કે પર્સનલ ઈશ્યુઝ્ના કારણે તમારું વર્ક પરફોર્મન્સ બગડી શકે છે તેનું ધ્યાન રાખવું.

રિલેશનશિપ: (રિ-બર્થ)

ઘણા સમયથી બગડેલા સંબંધોમાં આ સપ્તાહે નવી ઉર્જાનો સંચાર થવાની શક્યતાઓ આ કાર્ડ દર્શાવી રહ્યું છે. રિલેશનશિપમાં ગ્રોથ અને નવી સમજણ માટે પગલાં લેવાનો આ યોગ્ય હોવાનું જણાય છે.

મકર: (કેપ્રિકૉન) ડિસેમ્બર 22 - જાન્યુઆરી 19

હેલ્થ: (એક્ઝિસ્ટન્સ)

કાર્ડ ઓફ એક્ઝિસ્ટન્સ મુજબ ઓવરઓલ હેલ્થ ખૂબ જ પોઝિટીવ રહેશે પરંતુ, લાઈફ સ્ટાઈલ ચેન્જના કારણે અચાનક હેલ્થ ઇશ્યુઝ આવવાની શક્યતાઓ છે તેથી સાચવવું. બને તેટલો વધુ સમય નેચરમાં વિતાવવો.

કરિયર: (સ્ટ્રેસ)

તમારાથી થઇ શકે તેટલું જ કામ તમારે હાથ પર લેવું તેવી સલાહ કાર્ડ ઓફ સ્ટ્રેસ તમને આપી થયું છે. ટીમના અન્ય સભ્યો પાસેથી કામ લેવું અને તેમનું કામ તમારે કરવું નહિ. તમારી નજીકના જ ઓફિસ ફ્રેન્ડસ તમારો ફાયદો ઉઠાવીને તમારા પર કામનો બોજ આપી શકે છે.

રિલેશનશિપ: (ધ આઉટ સાઈડર)

તમારા આત્મ વિશ્વાસના અભાવના કારણે નજીકના લોકો પર વિશ્વાસ કરવામાં તમને મુશ્કેલી આવી શકે છે. તમને કોઈ સ્વીકારશે નહિ તે ડર નાનપણથી છે તેના લીધે અન્ય લોકો તમને હેલ્પ કરવા ઈચ્છે તો પણ નહિ કરી શકે તે યાદ રાખીને પહેલા પોતાની હેલ્પ કરવી.

કુંભ: (એકવેરિયસ) જાન્યુઆરી 20- ફેબ્રુઆરી 18

હેલ્થ: (શેરિંગ)

આ રાશિના જાતકો માટે હેલ્થ ખૂબ જ પોઝિટીવ અને રિફ્રેશિંગ રહેશે તેમ કાર્ડ જણાવી રહ્યું છે. આ સપ્તાહે બને તેટલા વધુ ફ્રૂટ્સ ખાવા અને ફિઝીકલ એકસરસાઈઝ પર ધ્યાન આપવું. પ્રેગનેન્સી પ્લાન કરવા માટે યોગ્ય સપ્તાહ.

કરિયર: (મેચ્યોરિટી)

કાર્ડ ઓફ મેચ્યોરિટી જણાવે છે કે, આસપાસના લોકોની નેગેટિવ પ્રવૃત્તિઓ પર ધ્યાન આપ્યા વિના પોતાની પ્રોગેસ પર ફોકસ કરવું. તમારા કામ બાબતે કોઈ પણ વ્યક્તિ તમને નકારાત્મક બનાવે તો મેચ્યોર બનીને ઇગ્નોર કરવું.

રિલેશનશિપ: (કંટ્રોલ)

આ સપ્તાહે કોઈ પણ પ્રકારના સંબંધોને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરવો નહિ. અન્ય વ્યક્તિઓના દૃષ્ટિકોણને સમજીને ફ્લેક્સિબલ બનવું.

મીન: (પાઇસિસ) ફેબ્રુઆરી 19- માર્ચ 21

હેલ્થ: (થંડર બોલ્ટ)

તમારે આ સપ્તાહે માથના દુઃખાવાથી ખાસ સાચવવું તેમ આ કાર્ડ જણાવી રહ્યું છે. સેવન ચક્ર મેડીટેશન કરવાથી હેલ્થ બેલેન્સ સચવાયેલું રહેશે. રેસ્ટ કરવો અનિવાર્ય.

કરિયર: (ધ માસ્ટર)

તમારે જે રીતે તમારું કરિયર બનાવવું છે તેનું ડીટેલ પ્લાનિંગ લખીને કરવું. તમે જે ભગવાનમાં માનતા હોવ તેમને પ્રાર્થના કરીને તે પ્લાનિંગ વિઝ્યુલાઈઝ કરવાથી તમને ગમતી ઓપોર્ચ્યુનીટી આકર્ષિત કરી શકશો.

રિલેશનશિપ: (મોમેન્ટ ટુ મોમેન્ટ)

આ કાર્ડ કહે છે કે, નજીકના લોકોને બધું પડતા લાંબા ગાળાના કમિટમેન્ટ આપવા નહિ. નવા સંબંધોમાં ધીમી ગતિએ મક્કમતાથી આગળ વધવું.

આ સમાચાર શેર કરો